તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • SBI's Internet Banking And Other Services Including UPI Will Be Closed On September 4 And 5, Get Your Important Work Done Quickly

કામની વાત:આજે રાતે SBIની ઈન્ટરનેટ બેંકિંગ અને UPI સહિત અન્ય સર્વિસ બંધ રહેશે, જલ્દી તમારા કામ પતાવી દો

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેન્ટેનન્સ એક્ટિવિટી માટે 3 કલાક સુધી સર્વિસ બંધ રહેશે
  • 15 સપ્ટેમ્બર સુધી લોન લેવા પર કોઈ પણ પ્રોસેસિંગ ફી આપવી નહીં પડે

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) ની અમુક સર્વિસ શનિવાર રાતે 10.35 વાગ્યાથી 01.35 (180 મિનિટ) સુધી બંધ રહેશે. SBIનું ઇન્ટરનેટ બેંકિંગ, UPI, યોનો, યોનો બિઝનેસ, યોનો લાઈટ અને IMPS જેવી સર્વિસ કામ નહીં કરે. આ વિશે બેંકે સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે.

મેન્ટેનન્સ એક્ટિવિટી માટે સુવિધા બંધ રહેશે
SBI બેંકે કહ્યું કે, 4 સપ્ટેમ્બરના રોજ રાતે 10.35 વાગ્યાથી 01.35 (3 કલાક સુધી) મેન્ટેનન્સ એક્ટિવિટી ચાલુ થશે. આ દરમિયાન ઇન્ટરનેટ બેંકિંગ, UPI, યોનો, યોનો બિઝનેસ, યોનો લાઈટ અને IMPS સર્વિસ બંધ રહેશે. અસુવિધા બદલ માફી માગીએ છીએ અને તમને વિનંતી કરીએ છીએ કે આ કામમાં અમને સાથ આપો.

15 સપ્ટેમ્બર સુધી કોઈ પણ પ્રોસેસિંગ ફી આપવી નહીં પડે
SBIએ હોમ, પર્સનલ, કાર અને ગોલ્ડ લોન પર હજુ પણ ફી ના લેવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત લોન લેતા તમને ખાસ છૂટ પણ મળશે. SBIએ ગોલ્ડ લોન પર 0.50% અને કાર લોન પર 0.25%ની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.

કાર લોન પર છૂટનો લાભ લેવા માટે તમારે યોનો એપથી અપ્લાય કરવાનું રહેશે. હવે તમને ગોલ્ડ લોન અને કાર લોન 7.50% વ્યાજ દરે મળશે. આ ઉપરાંત કોરોના વૉરિયરને પર્સનલ લોન પર 0.50%ની વધારાની છૂટ મળશે. 14 સપ્ટેમ્બર સુધી આ સ્કીમનો લાભ લઇ શકો છો. વધારે જાણકારી માટે અહીં ક્લિક કરો.

અન્ય સમાચારો પણ છે...