તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • SBI's Home Loan Has Become Expensive, Now You Can Get A Loan At An Interest Rate Of 6.95%; Understand Here How Much Interest You Have To Pay Now

બેંકિંગ:SBIની હોમ લોન મોંઘી થઈ, હવે 6.95%ના વ્યાજ દરે લોન મળશે; અહીં સમજો હવે કેટલું વ્યાજ આપવું પડશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માંથી હોમ લોન લેવાનું વિચારી રહ્યા હોવ તો હવે તેના પર તમારે વધારે વ્યાજ ચૂકવવું પડશે. બેંકે હોમ લોનના વ્યાજ દરને 6.70થી વધારીને ફરીથી 6.95% કર્યો છે. તે સિવાય હવે બેંકની લોન પર તમારે પ્રોસેસ ફી પણ આપવી પડશે, જેને 31 માર્ચ સુધી બેંક દ્વારા માફ કરવામાં આવી હતી.

હવે કેટલું વ્યાજ આપવું પડશે​​​​​​​

લોન અમાઉન્ટ (રૂ.માં)વ્યાજ દર અગાઉ(% માં)વ્યાજ દર હવે (% માં)
75 લાખ સુધી6.706.95
75 લાખથી વધારે6.757.00

અહીં સમજો હવે કેટલું વ્યાજ અને હપ્તા ચૂકવવા પડશે​​​​​​​​​​​​​​

લોન અમાઉન્ટ (રૂ. માં)અવધિવ્યાજ દર (% માં)હપ્તા (EMI)કુલ વ્યાજ (રૂ.માં)
10 લાખ20 વર્ષ6.707,5748.17 લાખ
10 લાખ20 વર્ષ6.957,7238.53 લાખ

પ્રોસેસિંગ ફી પણ આપવી પડશે
​​​​​​​
SBIમાંથી હોમ લોન લેવા પર તમારે પ્રોસેસિંગ ફી પણ આપવી પડશે. એટલે કે તમારે કુલ લોન પર 0.40% ફી આપવી પડશે. આ પ્રોસેસ ફી 10 હજારથી લઈને 30 હજાર રૂપિયા સુધી હોય છે.

ICICI, HDFC અને કોટક મહિન્દ્રા બેંકે પણ વ્યાજ દર વધાર્યા
ICICI, HDFC અને કોટક મહિન્દ્રા બેંકે પણ હોમ લોનના વ્યાજ દરમાં વધારો કર્યો છે. કોટક મહિન્દ્રા બેંક સૌથી ઓછા વ્યાજ દર 6.65% પર લોન આપી રહી હતી પરંતુ હવે તેના વ્યાજ દર 6.75%થી શરૂ થશે.

આ બેંકો હવે કયા વ્યાજ દર પર લોન આપી રહી છે

બેંકવ્યાજ દર અગાઉ (% માં)વ્યાજ દર હવે (% માં)
ICICI6.706.80
HDFC6.706.75
કોટક મહિન્દ્રા6.656.75

નાણાકીય વર્ષના અંતમાં બેંક ઓફર આપે છે
રુંગટા સિક્યોરિટીઝમાં CFP અને બેંકિંગ એક્સપર્ટ હર્ષવર્ધન રુંગટાના જણાવ્યા પ્રમાણે, મોટાભાગની બેંક વર્ષના અંતમાં હોમ લોનની ખાસ ઓફર લઈને આવે છે. તેના અંતર્ગત તેઓ ચોક્કસ સમય માટે વ્યાજના દરમાં ઘટાડો કરવા ઉપરાંત, પ્રોસેસિંગ ફી પણ માફ કરે છે. આવી ઓફર મોટાભાગે બેંકો દ્વારા ગ્રાહકોની સંખ્યા વધારવા અને બેંકના લોન આપવાના ટાર્ગેટને પૂરો કરવા માટે શરૂ કરવામાં આવે છે.

આગામી મહિનાઓમાં વ્યાજ દરમાં ઘટાડો થાય તેવી શક્યતા નથી
હર્ષવર્ધન રુંગટાના જણાવ્યા પ્રમાણે, અત્યારે વ્યાજ દર 7% કરતાં નીચે છે. આવી સ્થિતિમાં આવનાર 3 મહિનામાં હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો થવાની સંભાવના નથી. તેથી જ જો તમે હમણાં લોન લેવા માગતા હોવ, તો તમે તે લઈ શકો છો.

આ બેંક સસ્તી હોમ લોન આપી રહી છે

બેંકવ્યાજ દર (% માં)
HDFC6.75
એક્સિસ6.75
કોટક મહિન્દ્રા6.75
ICICI6.80
બેંક ઓફ ઈન્ડિયા6.95