• Gujarati News
  • Utility
  • SBI Will Provide Personal Loans At An Interest Rate Of 8.5%, Loans Up To Rs 5 Lakh

કોરોનાનાં દર્દીઓ માટે સસ્તી લોન:SBI 8.5%ના વ્યાજ દરે પર્સનલ લોન આપશે, 5 લાખ રૂપિયા સુધીની લોન મળશે

5 મહિનો પહેલા
  • આ લોન તે લોકોની મદદ કરશે જે કોરોના સંકટનો સામનો કરી રહ્યા છે
  • તેને કવચ પર્સનલ લોન નામ આપવામાં આવ્યું છે. તેમાં કોરોનાની સારવારનો ખર્ચ કવર થશે

દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI)એ કોરોના દર્દીઓ માટે મોટી જાહેરાત કરી છે. આ બેંકના જણાવ્યા પ્રમાણે, તે કોરોના દર્દીઓને માત્ર 8.5%ના વ્યાજ દરે લોન આપશે. તેના અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આ લોન કોઈપણ પ્રકારની ગેરંટી આપવાની રહેશે નહીં.

60 મહિના સુધી લોન મળશે
બેંકે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, 5 લાખ રૂપિયા સુધીની લોન 60 મહિના એટલે કે પાંચ વર્ષ સુધી મળશે. તેના પર 8.5%ના દરે વ્યાજ ચૂકવવું પડશે. હાલમાં વ્યાજ દર સૌથી નીચલા સ્તરે છે. હોમ લોન અત્યારે 6.70%ના દરે મળી રહી છે. આવી સ્થિતિમાં બેંકે કોરોના દર્દીઓ માટે આ પ્રકારની લોન લોન્ચ કરી દીધી છે.

પર્સનલ લોન ઘણી મોંઘી હોય છે
સામાન્ય રીતે પર્સનલ લોન સૌથી મોંઘી લોન હોય છે. તેના અંતર્ગત 12-20% સુધી વાર્ષિક વ્યાજ લેવામાં આવે છે. પરંતુ SBIએ તેને સૌથી સસ્તા દરે લોન્ચ કરી છે. બેંકના જણાવ્યા પ્રમાણે, કોવિડની સારવાર સંબંધિત ખર્ચાના કારણે લોકોને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી બેંકે ગેરંટી ફ્રી લોન લોન્ચ કરી છે. બેંકે તેને કવચ પર્સનલ લોન નામ આપ્યું છે. આ લોનમાં કોરોનાની સારવાર ખર્ચને કવર કરવામાં આવશે.

આખા પરિવારને કવર કરવામાં આવશે
બેંકના જણાવ્યા પ્રમાણે, તેના અંતર્ગત જે લોન લેશે તેની સાથે તેના આખા પરિવારને પણ કવર કરવામાં આવશે. તેને ચેરમેન દિનેશ ખારાએ લોન્ચ કરી છે. તેમાં ત્રણ મહિનાનો મોરેટોરિયમ પણ સામેલ છે. દિનેશ ખારાના જણાવ્યા પ્રમાણે, આ લોન તે લોકોની મદદ કરશે જે કોરોનાના સંકટનો સામનો કરી રહ્યા છે. અમારું માનવું છે કે, આ નવી સ્કિમ લોકોની જરૂરિયાત પૂરી કરવામાં સક્ષમ હશે.

કોરોનાના દર્દીઓને વધારે ખર્ચ કરવો પડે છે
હકીકતમાં, કોરોનાના દર્દીઓને ઘણો ખર્ચ કરવો પડી રહ્યો છે. કેટલાક કિસ્સામાં દરરોજ 10થી 15 હજાર રૂપિયા સુધીનો ખર્ચ આવી રહ્યો છે. સંપૂર્ણ સારવાર કરવા પર એક દર્દીને 3-4 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી રહ્યો છે. તે ઉપરાંત વીમા કંપનીઓ પણ હેલ્થ ઈન્શ્યોરન્સ અંતર્ગત સંપૂર્ણ કવર નથી આપી રહી. આવી સ્થિતિમાં કોરોના દર્દીઓને હોસ્પિટલનું બિલ ભરવા માટે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.