• Gujarati News
  • Utility
  • SBI Warns Its Customers Of Fake WhatsApp Calls And Messages, One Mistake Could Empty Your Bank Account

SBI અલર્ટ:SBIએ તેના ગ્રાહકોને નકલી વ્હોટ્સએપ કોલ અને મેસેજથી સાવચેત કર્યા, એક ભૂલ તમારું બેંક અકાઉન્ટ ખાલી કરી શકે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બેંકે એક ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે
  • SBIના દેશમાં 44 કરોડથી વધુ ગ્રાહકો છે

ડિજિટલ પેમેન્ટ વધવાની સાથે ઓનલાઈન બેંકિંગ ફ્રોડમાં પણ વધારો થયો છે. તેને ધ્યાનમાં રાખીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ સુરક્ષિત લેવડદેવડ અને છેતરપિંડીથી બચવા માટે કેટલાક ઉપાય જણાવ્યા છે. SBIએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા લોકોને વ્હોટ્સએપ કોલ અથવા મેસેજથી સાવચેત રહેવા જણાવ્યું હતું.

SBIએ શું કહ્યું છે

  • જો લોટરી અથવા ઈનામ જીતવાના નામે તમારા અકાઉન્ટ સંબંધિત જાણકારી માગતા મેસેજ આવે તો તે હંમેશાં નકલી હોય છે. તેના પર ધ્યાન ન આપો.
  • SBIના અનુસાર બેંક ક્યારે પણ મેસેજ, કોલ, ઈમેલ અથવા વ્હોટ્સએપ દ્વારા તમારા અકાઉન્ટની પર્સનલ જાણકારી નથી માગતી.
  • લોટરી અથવા ઈનામ જીતવા જેવા મેસેજ પર વિશ્વાસ ન કરો. છેતરપિંડી કરનારાઓ તમારી એક ભૂલનો ફાયદો ઉઠાવીને તમારું અકાઉન્ટ ખાલી કરી શકે છે.
  • બેંકે અન્ય લોકોને પણ આવી બાબતો પ્રત્યે જાગૃત રહેવા જણાવ્યું છે જેથી ઓનલાઈન ફ્રોડને રોકી શકાય.

અગાઉ પણ નકલી ઈમેલથી અલર્ટ કર્યા હતા
ભારતીય સ્ટેટ બેંકે એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, બેંકના ગ્રાહકોને નકલી ઈમેલ આવી રહ્યા છે. આ ઈમેલની સ્ટાઈલ એકદમ એવી જ છે, જેવી અસલી ઈમેલની હોય છે, જેથી લોકોને છેતરી શકાય. બેંકના જણાવ્યા પ્રમાણે, આવા ઈમેલ પર ક્લિક કરવાથી બચવું. બેંકે એમ પણ કહ્યું છે કે, બેંકની તરફથી ક્યારે પણ આવા કોઈ ઈમેલ મોકલવામાં આવતા નથી. બેંકે તેને લઈને એક તસવીર પણ ટ્વીટ કરી છે.

બચવા માટે આટલી બાબતોનું ધ્યાન રાખો

  • ક્યારે પણ કોઈની સાથે પર્સનલ બેંકિંગ ડિટેઈલ શેર ન કરો
  • તમારા અકાઉન્ટનો પાસવર્ડ સતત બદલતા રહો
  • ક્યારે પણ ફોન, ઈમેલ અથવા SMS પર તમારા ઈન્ટરનેટ બેંકિંગની માહિતી ન જણાવો.
  • ક્યારે પણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો
  • કોઈપણ બેંક સંબંધિત માહિતી માટે હંમેશાં SBIની ઓફિશિયલ વેબસાઈટ પર આધાર રાખવો.
  • છેતરપિંડી કરનારાઓ માટે, સ્થાનિક પોલીસ અધિકારીઓને અથવા નજીકની SBI બ્રાંચને રિપોર્ટ કરો.
અન્ય સમાચારો પણ છે...