- Gujarati News
- Utility
- SBI Warns Customers To Avoid Touching Various Places In ATM Rooms As Corona Virus Is Spreading Through ATMs
અલર્ટ:ATM દ્વારા કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો હોવાથી SBIએ ગ્રાહકોને ચેતવ્યાં, ATM રૂમમાં વિવિધ જગ્યાએ સ્પર્શ કરવાનું ટાળો
કોરોના વાઇરસને લઇને એક નવો જ કેસ સામે આવ્યો છે. ગુજરાતના વડોદરામાં 3 સૈનિકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. સૈનિકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ આ સૈનિકોએ ATMનો ઉપયોગ કર્યો હતો. ત્રણેય સૈનિકોએ એક જ દિવસમાં અહીંથી પૈસા ઉપાડ્યા હતા. એવી આશંકા છે કે. ATMના કારણે ત્રણેય સૈનિકોને ચેપ લાગ્યો છે. સૈનિકોના સંપર્કમાં આવેલા 28 નજીકના લોકોનો ટેસ્ટ રિપોર્ટ થયા બાદ તેમને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે.
કોરોના વાઇરસના આ કેસને જોતા ઇન્ડિયન બેંક અસોસિએશને તાજેતરમાં જ આ અંગે એક માર્ગદર્શિકા જાહેર કરી છે. જેની મદદથી બેંક કર્મચારીઓ અને ગ્રાહકો આ ઝડપથી ફેલાતી માહામારી સામે સુરક્ષિત રહી શકે છે. આ ગાઇડલાઇન્સમાં IBAએ ખાતાધારકોને કહ્યું કે, તેઓ બેંક બ્રાંચમાં જવાનું ટાળો અને ઘરેથી જ ઇન્ટરનેટ બેંકિંગની સુવિધાનો ઉપયોગ કરીને ઓનલાઇન બેંકિંગ કરો. જો કે, SBI સહિત ઘણી મોટી બેંકોએ કેટલીક સેફ્ટી ટિપ્સ આપી છે.
SBIની ATM વાપરવા અંગે સેફ્ટી ટિપ્સ
- જો બેંકના ATM રૂમમાં પહેલીથી કોઈ વ્યક્તિ હાજર હોય અને તે મશીનનો ઉપયોગ કરી રહ્યો હોય તો તે ATMમાં જવાનું ટાળવું.
- ATMમાં જતા પહેલાં સેનિટાઇઝરનો ઉપયોગ કરો. તેનો હંમેશાં ઉપયોગ કરતાં રહેવું જરૂરી છે. ATM રૂમમાં વિવિધ જગ્યાને સ્પર્શ કરવાનું ટાળો.
- જો તમે ફ્લૂથી પીડાઈ રહ્યા હો તો ATMનો ઉપયોગ કરવાનું ટાળો.
- ATMની લાઇનમાં ઊભા રહેવા દરમિયાન જો તમને અચાનક છીંક આવી જાય તો તમારા મોંઢાને હાથ નહીં પણ બાવડા અથવા રૂમાલથી ઢાંકો.
- ઉપયોગમાં લીધેલા રૂમાલ અથવા માસ્કને ATM રૂમમાં ન ફેંકો.
- જો તમે કોઈપણ જગ્યાને અડ્યા હો તો તરત જ સેનિટાઇઝરથી હાથ સાફ કરી દો.
- ATM લાઇનમાં ઊભા રહ્યા હો તો તમારા ચહેરા, નાક અને મોંને અડવાથી બચો. લાઇનમાં લોકોથી એક મીટરનું અતર બનાવીને રાખો.
- ATM ચેમ્બરમાં જો ભૂલથી પણ કોઇ જગ્યાને અડી લીધું હોય તો તરત જ વાઇપ્સ અથવા સેનિટાઇઝરથી હાથ તરત જ સાફ કરી દો.
- ઓનલાઇન ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરો. SBIના ડિજિટલ પ્લેટફોર્મ્સ જેવાં કે YONO, INB, BHIM SBIનો ઉપયોગ કરો.