તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ગ્રાહકોને મોટી સુવિધા આપી છે. બેંકે કહ્યું કે, તે હવે હોમ લોન, કાર, ગોલ્ડ અને પર્સનલ લોન માટે કોઈ પ્રોસેસિંગ ફી નહીં લે. તે 100% માફ કરવામાં આવી છે. જો કે, આ માટે ગ્રાહકોએ બેંકની એપ્લિકેશન YONO પરથી અરજી કરવાની રહેશે. આ સાથે બેંકે ફેસ્ટિવ સિઝનમાં અન્ય તમામ ઓફર્સની પણ જાહેરાત કરી છે.
બેંકે ફેસ્ટિવ ઓફર્સ જાહેર કરી
બેંકે પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે, સ્પેશિયલ ફેસ્ટિવ ઓફર શરૂ થઈ ગઈ છે. હોમ લોન આમાં મુખ્ય છે. આમાં પણ એ પ્રોજેક્ટ્સ પર સંપૂર્ણ પ્રોસેસિંગ ફી માફ કરવામાં આવશે જે પૂરા થઈ ગયા છે. જો આ પ્રોજેક્ટ માટે અરજી કરવામાં આવી તો ઘર ખરીદનારા ગ્રાહકો માટે કોઈ પ્રોસેસિંગ ફી રહેશે નહીં. SBIએ કહ્યું કે, જેનો સ્કોર સારો હશે એ ગ્રાહકોને 10 BPS એટલે કે 0.10%ના વ્યાજમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ લોનની રકમ પર નિર્ભર રહેશે. આ ઉપરાંત, જો ઘરના ખરીદદારોએ YONO દ્વારા અરજી કરી હશે તો તેમને 5 BPS વ્યાજની છૂટ મળશે.
ગોલ્ડ લોન પર 36 મહિનાની ઓફર
જે ગ્રાહકો ગોલ્ડ લોન લેવા માગતા હોય તેમના માટે ફ્લેક્સિબલ રિપેમેન્ટ ઓપ્શન રાખવામાં આવ્યો છે. તેમાં 36 મહિના સુધી ચૂકવણી કરી શકાશે. તેનો વ્યાજ દર 7.5% રહેશે. ફેસ્ટિવ ઓફર્સમાં બેંકે તમામ પ્રકારની લોન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ જ રીતે વધુ ખર્ચ કરવા માટે બેંકે પર્સનલ લોન પર માત્ર 9.6%નું વ્યાજ ઓફર કર્યું છે. જ્યારે આવી લોન 15%થી વધુ વ્યાજ દરે જ મળે છે.
7.5%ના વ્યાજે કાર લોન
બેંકે કહ્યું કે, જે લોકો કાર લોન લેવા માગે તેમને પણ ઓફર આપવામાં આવી છે. SBIએ સૌથી નીચા વ્યાજ દરે કાર લોન ઓફર કરી છે, જે 7.5%એ મળશે. આ સાથે, ઓન-રોડ ફાઇનાન્સ 100% મળશે. તે ફક્ત સિલેક્ટેડ મોડેલ્સ પર જ ઉપલબ્ધ હશે. SBIએ એમ પણ કહ્યું કે, તે કાર અને ગોલ્ડ લોન પર આ પ્રિન્સિપલને મંજૂરી આપશે. YONOથી અરજી કરનારાઓને આ સુવિધા મળશે.
તમામ લોન પેપરલેસ અને પ્રિ-અપ્રૂવ્ડ હશે
તે જ રીતે, કોઈપણ પેપરલેસ, પ્રિ-અપ્રૂવ્ડ પર્સનલ લોન અને ઇન્સ્ટા ગોમ ટોપ અપ લોન દ્વારા લઈ શકાય છે. SBIના ગ્રાહકો આ તમામ લોન વિશેની માહિતી માટે 567676 PAPL લખીને SMS કરી શકે છે. SBI YONO એપને એક અલગ કંપની બનાવીને વ્યવસાય કરવા માગે છે. હાલ આ એપ્લિકેશનની વેલ્યુએશન ઘણું વધારે છે. તેથી, SBI કિંમત ખૂબ વધારે છે અને તેથી જ SBI આવી યોજના બનાવી રહી છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.