• Gujarati News
  • Utility
  • SBI Waives Processing Fee On Car, Personal And Gold Loans, Car Loan Is Available At 7.25% Interest

ફેસ્ટિવ ઓફર:SBIએ કાર, પર્સનલ અને ગોલ્ડ લોન પર પ્રોસેસિંગ ફી માફ કરી, 7.25%ના વ્યાજ દરે કાર લોન મળશે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SBIમાં 75 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર વ્યાજ દર એક સમાન રહેશે
  • ગોલ્ડ લોન 7.50% તો પર્સનલ લોન 9.60%ના વ્યાજ દરે મળશે

જો તમે આ ફેસ્ટિવલ સિઝનમાં નવી કાર લેવાનો પ્લાનિંગ બનાવી રહ્યા છો તો SBI તમારા માટે એક ખાસ ઓફર લઈને આવી છે. SBI ઓછાં વ્યાજ દર પર પર્સનલ, કાર અને ગોલ્ડ લોન આપી રહી છે. આ સિવાય બેંક કોઈ પ્રોસેસિંગ ફી પણ નથી લઈ રહી.

કાર લોન 7.25% વ્યાજ દરે લોન આપશે
SBI 7.25%ના પ્રારંભિક વ્યાજ દર પર કાર લોન આપી રહી છે. તમે કારની ઓન રોડ કિંમતના 90% સુધી રકમની લોન લઈ શકો છો. ગોલ્ડ લોન 7.50%ના વ્યાજ દરે મળી રહી છે. તો પર્સનલ લોન 9.60%ના વ્યાજ દરે મળી રહી છે. મજાની વાત એ છે કે આ લોન પર તમારે કોઈ પ્રોસેસિંગ ફી આપવી નહિ પડે.

હોમ લોન માટે 6.70%નો વ્યાજ દર
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ફેસ્ટિવ સિઝન ધ્યાનમાં રાખી એક નવો નિર્ણય લીધો છે. હવે 75 લાખ રૂપિયા સુધીના હોમ લોન પર વ્યાજ દર એક સમાન રહેશે. વ્યાજ દર 6.70%નો રહેશે.

પહેલાં અલગ અલગ લોન રકમ માટે વ્યાજ દર અલગ હતો. આ સિવાય હોમ લોન માટે પ્રોસેસિંગ ફી પણ નહિ આપવી પડે. વધારે માહિતી માટે અહીં ક્લિક કરો.

SBIના ગ્રાહક ફ્રીમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ભરી શકશે

જો તમે SBIના ગ્રાહક છો તો તમારા માટે એક સારા સમાચાર છે. તમે ITR (ઈન્કમ ટેક્સ રિટર્ન) હવે ફ્રીમાં સબમિટ કરાવી શકો છો. SBIના ગ્રાહક YONO એપ પર 'Tax2Win'નાં માધ્યમથી ITR ભરી શકે છે. SBIએ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે YONO પર 'Tax2Win'નાં માધ્યમથી આ કામ તમે ફ્રીમાં 31 ઓક્ટોબર સુધી કરી શકો છો.

આ રીતે ભરો રિટર્ન

  • સૌ પ્રથમ SBI YONO એપ પર લોગ ઈન કરો.
  • હવે 'Shops and Orders' નો ઓપ્શન પસંદ કરો.
  • ત્યારબાદ 'Tax and Investment'ના ઓપ્શન પર ક્લિક કરો.
  • નવી ટેબ ઓપન થતાં તેમાંથી 'Tax2Win' ઓપ્શન સિલેક્ટ કરો. આ ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ તમે ITR ભરી શકો છો.
  • ઓપન થતાં નવાં પેજ પર તમે માગેલી ડિટેલ ભરી ઈન્કમ ટેક્સ રિટર્ન ભરી શકો છો.

ફોર્મ સબમિટ કરવા માટે આ ડોક્યુમેન્ટની આવશ્યકતા રહેશે

  • PAN કાર્ડ
  • આધાર કાર્ડ
  • ફોર્મ-16
  • ટેક્સ ડિડક્શન ડિટેલ્સ
  • ઈન્ટરેસ્ટ ઈન્કમ સર્ટિફિકેટ
  • ઈન્વેસ્ટમેન્ટ પ્રૂફ્સ ફોર ટેક્સ સેવિંગ્સ