તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • SBI Seeks Application For Recruitment To 8,500 Posts Of Apprentice, Deadline For Graduate Candidates To Apply December 10

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:SBIએ એપ્રેન્ટિસના 8,500 પોસ્ટ પર ભરતી માટે અરજી માગી, ગ્રેજ્યુએટ કેન્ડિડેટ્સ માટે અપ્લાય કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર

4 મહિનો પહેલા

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ 8,500 એપ્રેન્ટિસ પોસ્ટ પર યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ માગી છે. આ પોસ્ટ માટે ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકે છે. આ પોસ્ટ પર લેખિત પરીક્ષા દ્વારા સિલેક્શન કરવામાં આવશે. જો કે, કોરોનાને કારણે ઇન્ટરવ્યૂ લેવામાં નહીં આવે. સિલેક્ટ કરેલા ઉમેદવારોએ ત્રણ વર્ષ ટ્રેનિંગ પિરિઅડમાંથી પસાર થવું પડશે. આવી સ્થિતિમાં ઇચ્છુક ઉમેદવારો 10 ડિસેમ્બર સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે.

એલિજિબિલિટી
આ પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય પાસ યુનિવર્સિટી અથવા ઇન્સ્ટિટ્યૂટમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ.

વય મર્યાદા
31 ડિસેમ્બર 2020ના રોજ ઉમેદવારની ઉંમર 20થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો કે, રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને નિયમ મુજબ છૂટ આપવામાં આવશે.

એપ્લિકેશન ફી

અનરિઝર્વ કેટેગરી300 રૂપિયા
રિઝર્વ કેટેગરીકોઈ ફી નહીં

સેલરી
આ પોસ્ટ પર સિલેક્ટ થના પર કેન્ડિડેટને પહેલાં વર્ષે દર મહિને 15,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ મળશે. બીજા વર્ષે તેને વધારીને 16,500 કરવામાં આવશે અને ત્રીજા વર્ષમાં સ્ટાઇપેન્ડ 19,000 રૂપિયા કરી દેવામાં આવશે.

મહત્ત્વપૂર્ણ તારીખો

અરજી કરવાની છેલ્લી તારીખ10 ડિસેમ્બર
પરીક્ષાની તારીખજાન્યુઆરી 2021 (સંભવિત)

પરીક્ષાની પેટર્ન
આ પોસ્ટ પર સિલેક્શન માટે લેવામાં આવતી લેખિત પરીક્ષામાં જનરલ/ફાઇનાન્શિયલ અવેરનેસ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, જનરલ ઇંગ્લિશ, રિજનિંગ એબિલિટી અને કમ્પ્યુટર એપ્ટિટ્યૂડ દ્વારા પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષા કુલ 100 ગુણની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો