તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જો તમે SBIના ગ્રાહક છો અને હજી સુધી તમે ITR ફાઈલ નખી કર્યું તો તમારે ડરવાની જરૂર નથી. તમે SBIની યોનો (YONO)એપમાં ફ્રીમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકો છો. હકીકતમાં, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકો માટે YONO એપ પર ફ્રીમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની સુવિધા આપી છે. તેની જાણકારી SBIએ ટ્વીટ કરીને આપી છે. નાણાકીય વર્ષ 2019-20 (અસેસમેન્ટ યર 2020-21) માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2020 છે.
CAની સર્વિસ પણ મળશે
SBIએ પોતાની ટ્વીટમાં કહ્યું કે, સેવિંગ પણ ITR ફાઈલિંગ પણ, YONO પર Tax2winની સાથે તમે ઈન્કમ ટેક્સ રિટર્ન ફ્રીમાં ફાઈલ કરો. તેમજ CAની સર્વિસ પણ લઈ શકો છો. આ સર્વિસ માટે તમારે ફી ચૂકવવી પડશે અને તે 199 રૂપિયાથી શરૂ થશે. જો તમને રિટર્ન ફાઈલ કરવામાં મુશ્કેલી થઈ રહી છે તો તમે 91 9660-99-66-55 કોલ કરીને મદદ લઈ શકો છો. અથવા support@tax2win.in પર ઈમેલ કરી શકો છો.
Saving bhi, ITR filing bhi.
— State Bank of India (@TheOfficialSBI) December 25, 2020
File your Income Tax Return with Tax2win on YONO for free. Visit: https://t.co/NeeHLbI8DP#SBI #StateBankOfIndia #Tax2Win #YONOSBI #ImcomeTaxReturn #ITR pic.twitter.com/NYotTye6xc
આ રીતે સેવાનો લાભ ઉઠાવોઃ
ટેક્સપેયર્સ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ https://www.incometaxindiaefiling.gov.in/home પર ડાયરેક્ટ ટેક્સ ફાઈલ કરી શકે છે. તેના માટે ટેક્સપેયર્સને વેબસાઈટ પર જવું પડશે. ઈ-ફાઈલિંગ પ્રક્રિયામાં લોગઈન કરવા માટે યુઝર ID, પાનકાર્ડ, પાસવર્ડ, જન્મ તારીખ અને કેપ્ચા કોડ ડેવી જાણકારી દાખલ કરવી પડશે.
27 ડિસેમ્બર સુધી 4.23 કરોડ લોકોએ ઈન્કમ ટેક્સ ફાઈલ કર્યો
નાણાકીય વર્ષ 2019-20 (અસેસમેન્ટ યર 2020-21) માટે 27 ડિસેમ્બર સુધી 4.23 કરોડથી વધારે ઈન્કટેક્સ ફાઈલ કરવામાં આવ્યો. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સોમવારે આ અંગે જાણકારી આપી હતી. IT વિભાગે ટ્વીટ કરીને વર્ષ 2020-21 માટે 27 ડિસેમ્બર સુધી 4.23 કરોડથી વધારે આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યું છે. શું તમે ફાઈલ કર્યું? જો નથી કર્યું તો રાહ ન જુઓ, આજે જ તમારો ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરો.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.