બેંકિંગ / SBIએ લોન પર 0.10% વ્યાજ દર ઘટાડ્યો, ડિપોઝિટ પર 0.10%થી 0.25% સુધીનો ઘટાડો

SBI reduced interest rates on loans by 0.10%, from 0.10% to 0.25% on deposits

  • 30 લાખ રૂપિયા સુધીની હોમ લોન (પ્રોપર્ટીની વેલ્યૂની 80% સુધીની લોન) પર વ્યાજ દર 8.40%થી ઘટીને 8.30% થઈ જશે
  • એકથી બે વર્ષની FD પર 6.70%ને બદલે 6.50% વ્યાજ મળશે, લોન-ડિપોઝિટના નવા દર 10 સપ્ટેમ્બરથી લાગુ થશે

Divyabhaskar.com

Sep 09, 2019, 12:54 PM IST

યુટિલિટી ડેસ્કઃ ભારતીય સ્ટેટ બેંક (SBI)એ તમામ સમયગાળાના વ્યાજ દરમાં 0.10%નો ઘટાડો કર્યો છે. એક વર્ષનો માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR) હવે 8.25%ની જગ્યાએ 8.15% રહેશે. SBIની લોન MCLR સાથે લિંક છે. તેમાં હોમ લોન પરના વ્યાજ દર (પ્રોપર્ટીની વેલ્યૂના 80% સુધીની લોન) 0.10% ના ઘટાડા સાથે 8.40%થી ઘટાડીને 8.30% કરવામાં આવશે. નવા દરો 10 સપ્ટેમ્બરથી લાગુ થશે. સોમવારે બેંકે આ માહિતી આપી હતી.

SBIનો MCLR

લોનનો સમયગાળો વર્તમાન MCLR 10 સપ્ટેમ્બરથી MCLR
ઓવરનાઇટ 7.90% 7.80%
1 મહિનો 7.90% 7.80%
3 મહિના 7.95% 7.85%
6 મહિના 8.10% 8%
1 વર્ષ 8.25% 8.15%
2 વર્ષ 8.35% 8.25%
3 વર્ષ 8.45% 8.35%

2 કરોડ રૂપિયા સુધીના જમા પર વ્યાજ દર

સમયગાળો વર્તમાન વ્યાજ દર 10 સપ્ટેમ્બરથી વ્યાજ દર
7-45 દિવસ 4.50% 4.50%
46-179 5.50% 5.50%
180-210 6% 5.80%
211 દિવસથી 1 વર્ષ 6% 5.80%
1-2 વર્ષ 6.70% 6.50%
2-3 વર્ષ 6.50% 6.25%
3-5 વર્ષ 6.25% 6.25%
5-10 વર્ષ 6.25% 6.25%

(સિનિયર સિટીઝન માટે દર અલગ)

2 કરોડ રૂપિયાથી વધુ જમા પર વ્યાજ દર

સમયગાળો વર્તમાન વ્યાજ દર 10 સપ્ટેમ્બરથી વ્યાજ દર
7-45 દિવસ 4.40% 4.30%
46-179 5.40% 5.30%
180-210 5.90% 5.70%
211 દિવસથી 1 વર્ષ 5.90% 5.70%
1-2 વર્ષ 6.40% 6.30%
2-3 વર્ષ 6.15% 6%
3-5 વર્ષ 5.90% 5.75%
5-10 વર્ષ 5.90% 5.75%

SBIએ ચાલુ નાણાકીય વર્ષમાં ત્રીજી વખત વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. ડિપોઝિટ પર દર ઘટાડવા માટે બેંકે સરપ્લસ લિક્વિડિટી રાખવાની વાત કરી છે.

X
SBI reduced interest rates on loans by 0.10%, from 0.10% to 0.25% on deposits
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી