તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • SBI Recruitment 2021: 5327 Vacancies For Clerk Posts, State Bank Of India Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:SBI બેંક જુનિયર એસોસિયેટની 5000ની વધુ જગ્યા પર ભરતી કરશે, ગ્રેજ્યુએટ કેન્ડિડેટ્સ 17 મે પહેલાં અપ્લાય કરો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 20થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  • સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 17, 900 રૂપિયાથી 47,920 રૂપિયાનો પગાર મળશે

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ પોતાનો અલગ-અલગ શાખાઓમાં ક્લેરિકલ કેડરમાં જુનિયર એસોસિયેટની જગ્યા માટે બંપર ભરતી બહાર પાડી છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 5000 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ માટે એપ્લિકેશન પ્રોસેસ 27 એપ્રિલથી શરુ થશે, તે 17 મે સુધી ચાલુ રહેશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ sbi.co.in પર ઓનલાઈન અરજી કરી શકે છે.

લાયકાત
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાં કોઈ પણ સબ્જેક્ટમાં ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જોઈએ.

ઉંમર
અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 20થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

મહત્ત્વની તારીખો:
એપ્લિકેશન પ્રોસેસ શરુ થયાની તારીખ: 24 એપ્રિલ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 17 મે

સિલેક્શન પ્રોસેસ
ક્લેરિકલ કેડરમાં જુનિયર એસોસિયેટની જગ્યા માટે કેન્ડિડેટ્સનું સિલેક્શન ઓનલાઈન એક્ઝામથી થશે.

એપ્લિકેશન ફી
જનરલ/OBC/EWS: 70 રૂપિયા
SC/ST/PWD: કોઈ ફી નથી

સેલરી
સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 17, 900 રૂપિયાથી 47,920 રૂપિયાનો પગાર મળશે.

આ રીતે અપ્લાય કરો:
આ જગ્યા માટે અરજી કરવા ઈચ્છુક કેન્ડિડેટ્સ 17 મે સુધી બેંકની ઓફિશિયલ વેબસાઈટ sbi.co.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.