• Gujarati News
  • Utility
  • SBI Provides Education Loan Of Rs 1.50 Crore, BOB Rs 80 Lakh, Students Will Get Half A Percent Discount In Interest

સસ્તામાં એજ્યુકેશન લોન:SBI 1.50 કરોડ, BOB 80 લાખ રૂપિયાની એજ્યુકેશન લોન આપે છે, વિદ્યાર્થિનીઓને વ્યાજમાં અડધો ટકા છૂટ મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેંક ઓફ બરોડા અને ભારતીય સ્ટેટ બેંકના વ્યાજ દર સરખા જ છે
  • બંને બેંક પ્રોસેસિંગ ફી 10-10 હજાર રૂપિયા લે છે

કોરોના મહામારી પછી એકવાર ફરીથી વિદેશોમાં અભ્યાસ માટે સ્કૂલ-કોલેજ ખુલવા લાગ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધારે કોલેજ ખૂલી છે. ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકા જઈ રહ્યા છે. આ કારણે વિઝા એપ્લિકેશનમાં પણ તેજી આવી છે. દેશની સૌથી મોટી બેંક SBI અને BOB એજ્યુકેશન લોનના વ્યાજ પર વિદ્યાર્થિનીઓને અડધા ટકા છૂટ આપી રહી છે.

બંને બેંકના વ્યાજદર સરખા છે
બેંક ઓફ બરોડા અને ભારતીય સ્ટેટ બેંકના વ્યાજ દર સરખા જ છે. બંને બેંક પ્રોસેસિંગ ફી 10-10 હજાર રૂપિયા લે છે. જો કે, બેંક ઓફ બરોડા 80 લાખ રૂપિયા સુધીની જ લોન આપે છે. વિદ્યાર્થીઓની લોન પર વ્યાજમાં ડિસ્કાઉન્ટ પણ આપે છે. આ બેંક નર્સરી સ્કૂલ માટે પણ લોન આપે છે.

વિદેશમાં કોર્સ કરનારાને લોન મળે છે
SBI ગ્લોબલ એડ વેન્ટેજ ઓવરસીઝ એજ્યુકેશન લોન ખાસ કરીને વિદેશમાં રેગ્યુર કોર્સ કરવા ઇચ્છતા લોકો માટે છે. SBI એક કસ્ટમાઈઝ્ડ ફાઈનાન્સિંગ સુવિધા હેઠળ લોન આપે છે. આ હેઠળ ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, ડિપ્લોમા, ડૉક્ટરેટ કોર્સ માટે લોન મળે છે.

9 દેશોમાં ભણનારાને લોન મળે છે
આ લોન અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુરોપ, જાપાન, સિંગાપોર, હોંગકોંગ અને ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે. આ હેઠળ 7.5 લાખ રૂપિયાથી લઈને 1.5 કરોડ રૂપિયાની લોન મળે છે. વિદ્યાર્થીઓને આ લોન વર્ષે 9.15% જ્યારે વિદ્યાર્થિનીઓને આ લોન 8.65% વ્યાજ દરે મળે છે.

રીપેમેન્ટ 6 મહિના પછી કરી શકાય છે
આ લોન માટે તમે રીપેમેન્ટ ઓપ્શન પણ સિલેક્ટ કરી શકો છો. કોર્સ પૂરો કર્યાને 6 મહિના પછી તમે પેમેન્ટ કરી શકો છો. વધારેમાં વધારે 15 વર્ષ સુધી લોન મળે છે. આ લોનનાં ખર્ચમાં તમારો આવવા-જવાનો ખર્ચ, ટ્યુશન ફી, પરીક્ષા, લાઈબ્રેરી અને લેબ ફી સામેલ છે. આ રીતે બુક્સ, ઇક્વિપમેન્ટ, યુનિફોર્મ અને કમ્પ્યુટર ફી પણ આ લોનમાં સામેલ હોય છે.

પ્રોજેક્ટ વર્ક અને સ્ટડી ટૂર માટે લોન મળે છે
પ્રોજેક્ટ વર્ક, સ્ટડી ટૂર માટે તમને ટોટલ ટ્યુશન ફીની 20% લોન મળી શકે છે. તમે આ લોન માટે ઓનલાઈન અપ્લાય કરી શકો છો. આ માટે તમારે sbiની વેબસાઈટ (https://bank.sbi/web/personal-banking/loans/education-loans/global-ed-vantage-scheme) પર જઈને અપ્લાય નાઉ પર ક્લિક કરવાનું રહેશે. એ પછી I-20 વિઝા પહેલાં તમારી લોનને મંજૂરી મળી જાય છે. ઈન્કમ ટેક્સના સેક્શન 80E હેઠળ તમને ટેક્સમાં રાહત મળે છે.

ધોરણ 10-12ની માર્કશીટ જોઈશે
લોનની એપ્લિકેશન માટે ધોરણ 10-12ની માર્કશીટ જોઇશે. સાથે જ એન્ટ્રન્સ એક્ઝામનું રિઝલ્ટ પણ જોઇશે. યુનિવર્સીટીનો એડમિશન લેટર, ઓફર લેટર, ID કાર્ડ પણ પ્રૂફ તરીકે આપવાનું રહેશે. કોર્સના ખર્ચનું શેડ્યુલ આપવાનું રહેશે. જો તમે અધવચ્ચે અભ્યાસ છોડ્યો હોય તો ગેપ સર્ટિફિકેટ પણ આપવાનું રહેશે. વિદ્યાર્થી, તેમના પેરેન્ટ્સ અને ગેરેન્ટરના પાસપોર્ટ સાઈઝના ફોટાની જરૂર પડશે.

જો લોન 7.50 લાખ રૂપિયાથી વધારે છે તો ગેરેન્ટરને અસેટ લાએબિલિટી સ્ટેટમેન્ટ આપવાનું રહેશે.એટલે કે ગેરેન્ટર પાસે કેટલી સંપત્તિ છે અને કેટલું વ્યાજ છે, એ બધાના સ્ટેટમેન્ટની જરૂર પડશે.

સેલરી સ્લિપ અને ફોર્મ 16ની જરૂર પડશે
જે લોકો નોકરી કરે છે તેમને હાલની સેલરી સ્લિપ, ફોર્મ 16 કે પછી IT રીટર્નની કોપી આપવાની રહેશે. વિદ્યાર્થીઓના માતા-પિતા, ગેરેન્ટરે 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ આપવું પડશે. ઓળખ માટે વિદ્યાર્થી, પેરેન્ટ્સ અને ગેરેન્ટર પેન કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ કે વોટર ID આપી શકે છે. આ મામલે ત્રીજી પાર્ટી એટલે કે વિદ્યાર્થીના માતા-પિતા ઉપરાંત અન્ય કોઈની પ્રોપર્ટીની ગેરંટી હોય તો તે પણ માન્ય છે.