હાલમાં જ પંજાબ નેશનલ બેંક અને SBIએ હોમ લોન પર પ્રોસેસિંગ ફી માફ કરી છે. SBIએ 31 ઓગસ્ટ અને પંજાબ નેશનલ બેંકે 30 સપ્ટેમ્બર સુધી પ્રોસેસિંગ ફી લેવાનો નિર્ણય કર્યો છે. જો તમે પણ હોમ લોન લેવાનું વિચારતા હો તો સૌપ્રથમ જાણી લો કઈ બેંક કેટલા વ્યાજ પર લોન આપે છે? આ ઉપરાંત તે કેટલી પ્રોસેસિંગ ફી વસૂલે છે, તેનું પણ ધ્યાન રાખો.
કોટક મહિન્દ્રા બેંક સૌથી સસ્તી હોમ લોન આપી રહ્યું છે
કોટક મહિન્દ્રા બેંક સૌથી સસ્તી લોન આપી રહ્યું છે. તેનો વ્યાજદર 6.65% છે. LIC હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડની હોમ લોનનું વ્યાજ 6.66%થી શરુ થાય છે. હાલ ઘણી બધી બેંક 7%થી ઓછા વ્યાજ પર હોમ લોન આપી રહી છે.
બેંક | વ્યાજ દર(%માં) | પ્રોસેસિંગ ફી |
કોટક મહિન્દ્રા બેંક | 6.65 | મેક્સિમમ 10 હજાર રૂપિયા |
LIC હાઉસિંગ ફાઈનાન્સ લિ. | 6.66 | 10થી 15 હજાર રૂપિયા સુધી |
ICICI | 6.70 | 0.25% અને મેક્સિમમ 5 હજાર રૂપિયા |
SBI | 6.70 | 31 ઓગસ્ટ સુધી માફ |
પંજાબ નેશનલ બેંક | 6.80 | 30 સપ્ટેમ્બર સુધી માફ |
અહીં સમજો કોટક મહિન્દ્રા, LIC અને SBIમાંથી લોન લેવા પર કેટલું વ્યાજ અને કેટલા હપ્તા ભરવા પડશે.
લોન અમાઉન્ટ (રૂપિયામાં) | સમય | વ્યાજ દર (% માં) | હપ્તો (EMI) | કુલ વ્યાજ (રૂપિયામાં) |
10 લાખ | 20 વર્ષ | 6.65 | 7,544 | 8.11 લાખ |
10 લાખ | 20 વર્ષ | 6.66 | 7,550 | 8.12 લાખ |
10 લાખ | 20 વર્ષ | 6.70 | 7,574 | 8.18 લાખ |
10 લાખ | 20 વર્ષ | 6.80 | 7,633 | 8.32 લાખ |
હોમ લોન લેતી વખતે આ 4 વાતોનું ધ્યાન રાખો
કમ લોન-ટુ-વેલ્યુ (LTV) રેશિયો તમારા માટે લોનની પ્રોસેસ સરળ કરી શકે છે. આનો અર્થ છે કે ઘર ખરીદવા માટે તમારે તમારું કોન્ટ્રિબ્યુશન વધારે રાખવું પડશે. ઓછો LTV રેશિયો સિલેક્ટ કરવાથી પ્રોપર્ટીમાં ખરીદનારનું કોન્ટ્રિબ્યુશન વધી જાય છે. તેનાથી બેંકનું જોખમ ઓછું રહે છે. લોન મળવાના ચાન્સ પણ વધી જશે. સામાન્ય રીતે બેંક પ્રોપર્ટી કિંમતની 75-80% સુધીની લોન આપે છે. તેવામાં બાકી રહેલી રકમ લોન લેનારાને ડાઉનપેમેન્ટ કે માર્જિન કોન્ટ્રિબ્યુશનના રૂપે ચૂકવવાની હોય છે. તેના વગર તમને લોન નહીં મળે.
ફિક્સ ઓબ્લિગેશન ટુ ઈન્કમ રેશિયોનું ધ્યાન રાખો
જ્યારે આપણે બેંકમાં હોમ લોન માટે અપ્લાય કરીએ છીએ ત્યરે બેંક ફિક્સ ઓબ્લિગેશન ટુ ઈન્કમ રેશિયો(FOIR) જોવે છે. તેનાથી ખબર પડે છે કે, તમે દર મહીને કેટલા રૂપિયા સુધીનો હપ્તો ભરી શકો છો. જો લોન આપનારાને તમારા ખર્ચ તમારી સેલરીના 50% લાગતા હોય તો તે તમારી લોન એપ્લિકેશન રિજેક્ટ કરી શકે છે. આથી ધ્યાન રાખો કે લોનની રકમ તેનાથી વધારે ના હોય.
પ્રી-પેમેન્ટ પેનલ્ટીની જાણકારી ચોક્કસ લો
ઘણી બેંક સમય પહેલાં લોન અપ્લાય કરનારા પર પેનલ્ટી લગાવે છે. આવી બેંકમાંથી સમગ્ર ડિટેલ્સ જાણી લો કારણકે સમય પહેલાં લોન ચૂકવવાથી બેંકને ઓછું વ્યાજ મળે છે. તેવામાં તેમની અમુક ટર્મ અને કન્ડીશન હોય છે. આથી હોમ લોન લેતા સમયે દરેક જાણકારી મેળવી લો.
સંબંધિત બેંક પાસેથી લોન લો
જો તમે હોમ લોન વિશે વિચારી રહ્યા હો તો તે જ બેંકમાંથી લો, જ્યાં તમારું અકાઉન્ટ હોય કે તમે ફિક્સ્ડ ડિપોઝિટ કે પછી ક્રેડિટ કાર્ડની સેવા લેતા હો, કારણકે બેંક તેના રેગ્યુલર કસ્ટમરને સરળતાથી અને યોગ્ય વ્યાજ પર લોન આપે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.