ફાયદો:SBI ઈ-વ્હીકલ લોન પર વ્યાજ દરમાં છૂટ આપી રહી છે, પ્રોસેસ ફી પણ નહીં ચૂકવવી પડે

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા માટે ગ્રીન કાર લોન સ્કીમ લાવી છે. તેના અંતર્ગત લોનના વ્યાજ દર પર 0.20%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તે સિવાય તમારે લોન માટે પ્રોસેસ ફી પણ ચૂકવવી પડશે નહીં.

ઓફર સાથે સંબંધિત ખાસ બાબતો

  • આ સ્કીમ અંતર્ગત ઈ-વ્હીકલ ખરીદવા માટે 0.20% ઓછા વ્યાજે લોન ઉપલબ્ધ છે.
  • આ લોનને 8 વર્ષની અંદર ચૂકવવાની રહેશે.
  • SBIની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, SBIના કાર લોન પર વ્યાજ દર 7.25%થી 7.60% સુધી છે.
  • તેના અંતર્ગત ગાડીની ઓનરોડ કિંમતના 100% સુધી લોન લઈ શકાય છે.
  • લોન માટે પ્રોસેસ ફી પણ નહીં આપવી પડે.

આ બેંક પણ ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા માટે ઓછા વ્યાજે લોન આપી રહી છે

બેંકવ્યાજ દર
ઇન્ડસઇન્ડ બેંક7.00%
પંજાબ નેશનલ બેંક7.05%
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા7.25%
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા7.30%
IDBI બેંક7.35%

ઈલેક્ટ્રિક વ્હીકલ પર પણ ટેક્સ છૂટનો ફાયદો લઈ શકાય છે
સામાન્ય રીતે બિઝનેસ કરતા કરદાતાઓને વાહન લેવા પર તેના પર ડેપ્રિસિએશન અને લોન પર ચૂકવવામાં આવેલી વ્યાજની ઈન્કમ ટેક્સમાં કપાત મળે છે, પરંતુ પગારદાર કરદાતાઓને આ સુવિધા મળતી નથી. જો કે, ઈલેક્ટ્રિક વ્હીકલના કિસ્સામાં અલગ છે, જેને સરકાર પ્રોત્સાહિત કરી રહી છે.

જો તમે ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા માટે લોન લીધી છે તો ઈન્કમ ટેક્સની સેક્શન 80EEV અંતર્ગત તેના પર ચૂકવવામાં આવતા વ્યાજની મહત્તમ 1.5 લાખ રૂપિયા કપાત મળશે. આ કપાતને ક્લેમ કરવાની શરત એ છે કે લોન બેંક અથવા NBFCમાંથી લીધેલી હોવી જોઈએ અને લોન 1 એપ્રિલ 2019થી 31 માર્ચ 2023ની વચ્ચે મંજૂર થયેલ હોવી જોઈએ. આ કપાત માત્ર વ્યક્તિગત કરદાતા માટે જ ઉપલબ્ધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...