તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ સ્પષ્ટ કર્યું છે કે, તે પોતાના YONO પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકોને કોઈપણ પ્રકારની ઈમર્જન્સી લોન આપી રહી નથી. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, SBI 45 મિનિટની અંદર 5 લાખ રૂપિયા સુધીની ઈમર્જન્સી લોન આપી રહી છે. તેમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ લોન અંતર્ગત EMI(ઈક્વિટેડ મન્થલી ઇન્સ્ટોલમેન્ટ) 6 મહિનાના સમયગાળા પછી શરૂ થશે. આવા સમાચારને અવગણો જે સંપૂર્ણ રીતે ખોટા છે.
બેંકે શું કહ્યું?
બેંકના જણાવ્યા પ્રમાણે, “યોનો દ્વારા SBI ઈમર્જન્સી લોનની સ્કીમ વિશે વ્યાપક ચર્ચાઓ થઈ રહી છે. અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે, SBI આ પ્રકારની કોઈ લોન નથી આપી રહી. અમે અમારા ગ્રાહકોને આ અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરીએ છીએ. ”જો કે, SBIના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસના કારણે આર્થિક સમસ્યાનો સામનો કરવા માટે, પગારદાર ગ્રાહકોને રાહત આપવા માટે યોનો દ્વારા એક પ્રી-અપ્રૂવ્ડ પર્સનલ લોન શરૂ કરવાની તૈયારીમાં છીએ.
We urge our customers not to believe in any offer or claim circulated on Social Media unless it's validated from our official handles. #StopRumours #FakeNews #FactCheck pic.twitter.com/jtYi8zXVuu
— State Bank of India (@TheOfficialSBI) May 10, 2020
SBIનું એક ડિજિટલ સર્વિસ પ્લેટફોર્મ છે YONO
YONO એટલે કે 'યુ ઓનલી નીડ વન' આ SBIનું ડિજિટલ સર્વિસ પ્લેટફોર્મ છે. તેના દ્વારા SBI પોતાના ગ્રાહકોને બેંકિંગ, ખરીદી, લાઈફસ્ટાઈલ અને રોકાણની જરૂરિયાતો માટે એક જ જગ્યાએ બધી સુવિધાઓ પ્રદાન કરે છે. એપની શરૂઆત નવેમ્બર 2017 માં શરૂ થઈ હતી.
ઓછા વ્યાજ પર ખેડૂતોને મળી રહી છે એગ્રી ગોલ્ડ લોન
દેશમાં કોરોનાવાઈરસના કારણે આર્થિક સંકટની સ્થિત સર્જાઈ છે તેની અસર દેશના ખેડૂતોને પણ થઈ છે. તેમને મદદ કરવા માટે SBIએ એગ્રી ગોલ્ડ લોન સ્કીમ શરૂ કરી છે. તેના અંતર્ગત ખેડૂતો સોનાના આભૂષણો આપીને પોતાની જરૂરિયાત પ્રમાણે લોન લઈ શકે છે. લોકડાઉનની વચ્ચે 5 લાખથી વધુ ખેડૂતોએ તેનો ફાયદો ઉઠાવ્યો છે. આ સ્કીમ સાથે જોડાયેલી વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.