• Home
  • Utility
  • SBI launched new facility for customers, now Form 15G / 15H form of FD can be submitted online

સુવિધા / SBIએ ગ્રાહકો માટે નવી સુવિધા શરૂ કરી, હવે ઘરેબેઠાં FD માટેનું ફોર્મ 15G/15H ઓનલાઇન જમા કરી શકાશે

SBI launched new facility for customers, now Form 15G / 15H form of FD can be submitted online
X
SBI launched new facility for customers, now Form 15G / 15H form of FD can be submitted online

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 10:15 AM IST

દિલ્હી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ગ્રાહકોની સુવિધા માટે નિયમોમાં ફેરફાર કર્યા છે. SBIએ ફિક્સ્ડ ડિપોઝિટ સંબંધિત નિયમ બદલી નાખ્યો છે. એટલે હવે ગ્રાહકોને મોટો ફાયદો થશે. SBIએ તેના ગ્રાહકો માટે એક નવી સુવિધા શરૂ કરી છે, જે અંતર્ગત હવે કોઈપણ ગ્રાહક હોમ બ્રાંચ સિવાય પણ અન્ય કોઈપણ બ્રાંચમાં ફોર્મ 15G/15H સબમિટ કરી શકશે. આ ઉપરાંત, હવે આ ફોર્મ ઓનલાઇન પણ સબમિટ કરી શકાશે.

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે લોકોને ચાલુ નાણાકીય વર્ષ માટે 15G/15H ફોર્મ ભરવા માટે 30 જૂન પછી વધુ સમય આપવાની જાહેરાત કરી છે. આ ફોર્મ વ્યાજની આવક પર TDSની છૂટ માટે ભરવાનું હોય છે. બેંકમાં FD કરવા પર વ્યાજ પરક ટેક્સ એટલે કે TDS કપાય છે. TDS ત્યારે જ કપાય છે જ્યારે FD અને બચત ખાતાંથી વાર્ષિક 40,000 રૂપિયા વ્યાજની આવક થતી હોય.અગાઉ TDSની લિમિટ વાર્ષિક 10 હજાર રૂપિયા હતી.

હવે TDSની લિમિટ 40 હજાર રૂપિયા

આ વર્ષના વચગાળાના બજેટમાં એવું કહેવામાં આવ્યું હતું કે, બેંકોની ફિક્સ્ડ ડિપોઝિટ પર મળનારા વ્યાજ પર લાગતા TDSની લિમિટ 10 હજાર રૂપિયાથી વધારીને 40 હજાર રૂપિયા કરવામાં આવી છે.

ફોર્મ 15G/15H શું છે?

ટેક્સ એક્સપર્ટનું કહેવું છે કે, ફોર્મ 15G/15H એક ફોર્મ છે, જે તમે તમારી બેંકમાં સબમિટ કરી શકો છો. જો તમારા દ્વારા પ્રાપ્ત કરેલ કુલ આવક પર કોઈ કર જવાબદારી ન હોય તો તમારી આવકમાંથી TDS નહીં કપાય. આ ફોર્મ દર વર્ષે સબમિટ કરી શકાય છે. તેથી, દર વર્ષે તમારે તપાસવું પડશે કે તમે આ ફોર્મ ભરવા માટે યોગ્ય છો કે નહીં.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી