દેશની સૌથી મોટી બેંક SBI (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા) હોમ ટોપ અપ લોન પર ખાસ ઓફર લઈને આવી છે. ઓફરમાં બેંક ગ્રાહકોને 0.25%નું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સાથે બેંક પ્રોસેસિંગ ફી પણ નહિ લે. જો તમે હોમ લોન લઈ લીધી છે તો તમે આ ટોપ અપ લોન લઈ શકો છો.
વ્યાજની કિંમત
ટોપ અપ હોમ લોનમાં આશરે 7.50થી 9.95%નો વાર્ષિક દર હોય છે. વ્યાજ દર તમારા હોમ લોનના વ્યાજ દર કરતાં 0.5%થી 1% સુધી વધારે રહી શકે છે. હાલ SBIના હોમ લોનનો વ્યાજ દર 6.70%થી શરૂ થાય છે.
આ શરતો લાગુ
જોકે આ લોન લેવા માટે બેંકની કેટલીક શરત પણ છે. અરજદાર મિનિમમ 18 વર્ષની ઉંમરનો હોવો જોઈએ. 70 વર્ષ સુધીના અરજદારની અરજી જ સ્વીકારાશે. લોન લેનાર વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જરૂરી છે.
કોઈ પણ કામ માટે લોન લઈ શકાય છે
તમારા ઘરનું રિપેરિંગ, બાળકોનો અભ્યાસ, દીકરીના લગ્ન અથવા પ્રોપર્ટી ખરીદવા માટે પણ આ લોન લઈ શકાય છે. લોનની ચૂકવણી સાથે ટોપ અપ લોનના માસિક હપ્તાની ચૂકવણી પણ કરવાની હોય છે.
30 વર્ષ સુધીની લોન લઈ શકાશે
હોમ લોન પર ટોપ અપ પણ 30 વર્ષ સુધીની ટાઈમ લિમિટ માટે લઈ શકાય છે. આટલા લાંબાગાળાની લોન તમે સરળતાથી ચૂકવી શકો છો. આ લોનમાં 50 લાખ રૂપિયા કે તેનાથી પણ વધારે રકમની લોન લઈ શકાય છે. જોકે ટોપ અપ લોનની રકમ હોમ લોન પર આધાર રાખે છે.
સરળતાથી મળે છે આ લોન
હોમ લોન લીધાના થોડા સમય બાદ આ લોન લઈ શકાય છે. હોમ લોનની ચૂકવણીની પેટર્નને આધારે બેંક આ લોન આપે છે. તમે હોમ લોનની ચૂકવણી સમયસર કરી દો છો તો ટોપ અપ હોમ લોન સરળતાથી મળી શકે છે.
ટોપ અપ હોમ લોન
હોમ લોન લીધેલી હોય તો જ આ લોન લઈ શકાય છે. જેમ મોબાઈલ ફોનમાં ટોપ અપ રિચાર્જ કરવા પર બેલેન્સ મળે છે તેમ હોમ લોન ટોપ અપ કરી શકાય છે. હોમ લોન પર આ લોન મળતી હોવાથી હોમ લોનની ચૂકવણીની સાથે ટોપ અપ લોનની પણ ચૂકવણી કરવાની હોય છે. તેની ટાઈમ લિમિટ હોમ લોન જેટલી જ હોય છે. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.