આ ફેસ્ટિવલ સિઝન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તેના ગ્રાહકો માટે ખાસ ઓફર લઈને આવી છે. આ ફેસ્ટિવલ સિઝનમાં SBI તેના ખાતાધારકોને આપેલા ડેબિટ કાર્ડમાં ખાસ સુવિધા આપી રહી છે. SBIના જણાવ્યા પ્રમાણે, ડેબિટ કાર્ડ હવે EMI સુવિધાની સાથે આપવામાં આવી રહ્યું છે. તેના અંતર્ગત ગ્રાહક પોઈન્ટ ઓફ સેલ (POS)થી અથવા ઓનલાઈન શોપિંગ કરી શકશે. ગ્રાહકો તેમની ખરીદીને સરળ હપ્તામાં રૂપાંતરિત કરી શકે છે.
પ્રી અપ્રૂવ્ડ EMI સુવિધાનો લાભ મળી રહ્યો છે
SBI તેના ખાતાધારકોને ડેબિટ કાર્ડ પર પ્રી અપ્રૂવ્ડ EMI સુવિધા આપી રહી છે. તમને આ સુવિધા મળી રહી છે કે નહીં, તેની જાણકારી બેંકમાંથી મેળવી શકાય છે. કેમ કે, જો તમે અકાઉન્ટ યોગ્ય રીતે મેઈન્ટેન નથી કરી રહ્યા તો થઈ શકે છે કે તમને આ સુવિધા ન મળે.
હપ્તા ન ભરવા બદલ દંડ ચૂકવવો પડશે
આ સુવિધા લેવા માટે તમારે SBI અકાઉન્ટમાં દર મહિનાના હપ્તા માટે હંમેશાં પૈસા હોવા જોઈએ. ઓનલાઈન અને POS અંતર્ગત EMIની સુવિધા એક ક્વાર્ટરમાં 3 વખત મેળવી શકાય છે. જો ખાતામાં પૈસા ન હોવાથી EMIની રકમ સમયસર ચૂકવવામાં નહીં આવે તો દંડ ફટકારવામાં આવશે.
8000 રૂપિયાથી વધુ વસ્તુ લેવી પડશે
EMIની સુવિધા માટે તમારે 8000 રૂપિયાથી વધારેની વસ્તુ લેવી પડશે. જેટલા અમાઉન્ટની લોન લેવામાં આવી છે તેને 6,9,12 અથવા 18 સમાન માસિક હપ્તા (EMI)માં ચૂકવી શકાશે.
ફેસ્ટિવ સિઝનમાં SBI ખાસ ઓફર આપી રહી છે
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ હોમ લોન, કાર, ગોલ્ડ અને પર્સનલ લોન માટે પ્રોસેસિંગ ફી 100 ટકા માફ કરવાની જાહેરાત કરી છે. એટલે કે જો તમે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે કોઈ પ્રોસેસિંગ ફી આપવી નહીં પડે. પરંતુ તેના માટે ગ્રાહકોએ બેંકની એપ યોનો (YONO)થી અપ્લાય કરવાનું રહેશે. SBIના જણાવ્યા પ્રમાણે, તે ગ્રાહકોને 10બીપીએસ એટલે કે 0.10 ટકાના વ્યાજમાં સ્પેશિયલ છૂટ મળશે, જેમનો સ્કોર સારો હશે. જો કે, તે લોનની રકમ પર પણ નિર્ભર રહેશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.