• Gujarati News
  • Utility
  • SBI Is Giving Special Discount On Car Loan Interest Rate, No Processing Fee Will Have To Be Paid

ફેસ્ટિવ ઓફર:SBI બેંક કાર લોન પર આપી રહી છે ખાસ છૂટ,ગ્રાહકોએ પ્રોસેસિંગ ફી નહીં આપવી પડે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યોનો એપથી અપ્લાય કરતા આ ઓફરનો લાભ મળશે

જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા હો તો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) તમારા માટે ખાસ ઓફર લઈને આવી છે. ફેસ્ટિવ સીઝનમાં SBI કાર લોનના વ્યાજદરમાં છૂટ આપી રહી છે. ફેસ્ટિવ સીઝનને ધ્યાનમાં રાખીને SBIએ પ્રોસેસિંગ ફી પણ માફ કરી છે.

યોનો એપથી અપ્લાય કરતા આ ઓફરનો લાભ મળશે
SBIના જણાવ્યા પ્રમાણે, જો કસ્ટમર યોનો (YONO) એપ દ્વારા લોન માટે અપ્લાય કરે છે તો વ્યાજદરમાં 0.50% છૂટ મળશે. આ ઉપરાંત તમારે પ્રોસેસિંગ ફી પણ આપવી નહીં પડે. SBI બેંક કારની ઓન રોડ પ્રાઈઝના 90% સુધીની લોન આપી રહી છે.

7.25% પર મળશે લોન
આમ તો SBIની કાર લોન શરૂઆત 7.75%થી થાય છે. જો તમે આ ઓફર હેઠળ લોન લો છો તો તમને 7.25% વ્યાજ પર લોન મળશે. તમે 3થી 7 વર્ષ સુધી લોન લઈ શકો છો.

આ બેંક પણ ઓછા વ્યાજ પર આપી રહી છે લોન

બેંકવ્યાજદર (%)
પંજાબ નેશનલ બેંક7.05
IDBI બેંક7.40
યુનિયન બેંક ઓફ ઇન્ડિયા7.40
એક્સિસ બેંક7.45
ICICI બેંક7.90