• Gujarati News
  • Utility
  • SBI Has Launched A New Facility, The Bank Is Providing Emergency Loans For Small Businesses

લોન:SBIએ નવી સુવિધા શરૂ કરી, બેંક નાના ઉદ્યોગો માટે ઘરેબેઠાં ઇમરજન્સી લોન આપી રહી છે

દિલ્હી3 વર્ષ પહેલા
  • લોન લેવા માટે 24 કલાક 7 દિવસ ગમે તે સમયે એપ્લિકેશન કરી શકાશે
  • SBI તેના YONO એપ દ્વારા આ સુવિધા આપી રહી છે

કોરોના વાઇરસને કારણે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે દેશના અર્થતંત્રને મોટું નુકસાન થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં પૈસાની તંગી ન સર્જાય એ માટે SBIએ ખાસ સુવિધા શરૂ કરી છે. જો તમારે ઘરે બેસીને લોન લેવી પડે તો SBI નાના ઉદ્યોગો માટે ઇમરજન્સી લોન આપી રહી છે. આવી લોન પર 6 મહિના સુધી કોઈ હપ્તો ચૂકવવો પડશે નહીં. તેના આગામી છ મહિના માટે 7.25%ના રાહત દરે લોન ચૂકવવી પડશે. SBI તેની YONOએપ દ્વારા આ સુવિધા આપી રહી છે.

આ લોન સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ બાબતો

  • આ લોન માટે અઠવાડિયાંમાં સાતેય દિવસ અને 24 કલાક ગમે તે સમયે અરજી કરી શકાશે.
  • આ ઉપરાંત, પ્રોસેસિંગ ફી પણ બહુ ઓછી લેવામાં આવશે.
  • લોન માટે અપ્લાય કરતા પહેલા તમે તમારી લાયકાત પણ ચેક કરી શકો છો.
  • તેનાથી તમે જાણી શકશો કે આ લોન તમને મળશે કે નહીં.

SBI ઇમરજન્સી લોન કેવી રીતે મળશે?

  • તમારે PAPL
  • ત્યારબાદ તમને મેસેજમાં એ જણાવવામાં આવશે કે તમે લોન લેવા માટે પાત્ર છો કે નહીં. યોગ્ય ગ્રાહકને ફક્ત 4 સ્ટેપમાં લોન મળી જશે.
  • પહેલું સ્ટેપ – SBI YONO એપ ડાઉનલોડ કરીને લોગ ઇન કરો.
  • બીજું સ્ટેપ – એપમાં Avail Now પર ક્લિક કરો.
  • ત્રીજું સ્ટેપ – ત્યારબાદ ટેન્યોર અને અમાઉન્ટ સિલેક્ટ કરો.
  • ચોથું સ્ટેપ – ત્યારબાદ રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે. OTP નાખતા જ અમાઉન્ટ તમારા બેંક અકાઉન્ટમાં આવી જશે.
  • લોન માટે અપ્લાય કરતા પહેલા વ્યાજ દર સહિત અન્ય મહત્ત્વપૂર્ણ શરતો વિશે SBIની વેબસાઇટ https://bank.sbi/web/personal-banking/loans/personal-loans/pre-approved-personal-loans પર જઇને સંપૂર્ણ જાણકારી મેળવી લેવી.