તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • SBI Has Issued Recruitment For 67 Posts Of Pharmacists, Applications Can Be Submitted Till May 3

સરકારી નોકરી:SBIએ ફાર્માસિસ્ટની 67 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી, 3 મે સુધી અરજી કરી શકાશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ફાર્માસિસ્ટની 67 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પદ માટે અરજી કરવા માગતા ઉમેદવારો બેંકની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. ફાર્માસિસ્ટના પદો માટે અરજી પ્રક્રિયા 3મે સુધી ચાલુ રહેશે.

પદોની સંખ્યા- 67

પદસંખ્યા
UR34
EWS06
OBC14
SC09
ST04

લાયકાત
આ પદ માટે B.Pharm, M.Pharm અથવા Pharm. D કરી ચૂકેલા ઉમેદવારો અરજી કરી શકે છે. તે સિવાય ઉમેદવારોની પાસે 1 વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ.

વય મર્યાદા
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જો કે, રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં નિયમાનુસાર છૂટ આપવામાં આવશે.

મહત્ત્વની તારીખ
અરજી શરૂ થવાની તારીખ- 13 એપ્રિલ
અરજી કરવાની છેલ્લી તારીખ- 03 મે
પરીક્ષાની તારીખ- 23 મે

સિલેક્શન પ્રોસેસ
ફાર્માસિસ્ટના પદ પર અરજી કરનાર ઉમેદવારોનું સિલેક્શન રિટન ટેસ્ટ અને ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

એપ્લિકેશન ફી
General/ OBC/ EWS- 750 રૂપિયા
SC/ ST/ PH- કોઈ ફી નથી

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ પદ માટે 3 મે સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોવું.