તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • SBI General Insurance Launches 'Arogya Supreme' Health Insurance Scheme, Covering Customers Up To Rs 5 Crore

ન્યૂ ઈન્શ્યોરન્સ પોલિસી:SBI જનરલ ઈન્શ્યોરન્સે 'આરોગ્ય સુપ્રીમ' સ્વાસ્થ્ય વીમા યોજના લોન્ચ કરી, તેમાં ગ્રાહકોને 5 કરોડ સુધીનું કવર મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોવિડ-19 મહામારી દરમિયાન લોકોને સારવારમાં મુશ્કેલી ન થાય તે ધ્યાનમાં રાખીને SBI જનરલ ઈન્શ્યોરન્સે સંપૂર્ણ સ્વાસ્થ્ય વીમો તૈયાર કર્યો. - Divya Bhaskar
કોવિડ-19 મહામારી દરમિયાન લોકોને સારવારમાં મુશ્કેલી ન થાય તે ધ્યાનમાં રાખીને SBI જનરલ ઈન્શ્યોરન્સે સંપૂર્ણ સ્વાસ્થ્ય વીમો તૈયાર કર્યો.

જો તમે ઈન્શ્યોરન્સ કરાવવા માગો છો તો તમારા માટે આ એક સારી તક હશે. SBI જનરલ ઈન્શ્યોરન્સે એક ખાસ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી લોન્ચ કરી છે. કંપનીએ તેને આરોગ્ય સુપ્રીમ નામ આપ્યું છે. તેમાં તમને 5 કરોડના કવરેજ સહિત ઘણી સુવિધાઓ મળશે.

સ્વાસ્થ્ય વીમા યોજના આરોગ્ય સુપ્રીમ લોન્ચ
SBI જનરલ ઈન્શ્યોરન્સે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા આરોગ્ય સુપ્રીમ નામથી એક સ્વાસ્થ્ય વીમા યોજના લોન્ચ કરી છે. જો ગ્રાહક આ પોલિસી લે છે તો તેને સંપૂર્ણ આરોગ્ય વીમા કવરેજ મળશે. જેમાં ગ્રાહકોને 5 કરોડ સુધીનું વીમા કવર મળશે. તે સાથે 20 બેઝિક અને 8 ઓપ્શનલ કવરનો પણ લાભ મળશે. આ પોલિસીમાં એક બીજો ફાયદો એ છે કે તેમાં ગ્રાહકો પોલિસીની મુદત અને બાકીની પસંદગી પોતાની ઇચ્છા પ્રમાણે કરી શકે છે.

ગ્રાહકોની પાસે 1થી 3 લાખ સુધીની પોલિસી પસંદ કરવાની પણ સુવિધા
આરોગ્ય સુપ્રીમ સ્વાસ્થ્ય વીમા યોજનામાં ગ્રાહકો વીમા રકમ અને કવરેજ સુવિધાઓને આધારે 3 વિકલ્પો પસંદ કરી શકે છે. જેમાં પ્રો, પ્લસ અને પ્રીમિયમ સામેલ છે. તે સિવાય બીજા વિકલ્પોમાં ગ્રાહકોને વીમાની રકમ ફરીથી ભરવા, રિકવરી બેનિફિટ, વિઝિટનો ઓપ્શન મળે છે. તે સાથે ગ્રાહકોની પાસે 1થી 3 વર્ષ સુધીની પોલિસી પસંદ કરવાની પણ સુવિધા મળે છે.

આરોગ્ય સુપ્રીમ સ્વાસ્થ્ય વીમા યોજના વિશે SBI જનરલ ઈન્શ્યોરન્સ કંપનીના MD અને CEO પીસી કંદપાલે જણાવ્યું કે, આજની સ્થિતિમાં સ્વાસ્થ્ય વીમો માત્ર એક વિકલ્પ નથી પરંતુ જરૂરિયાત બની ગયો છે. આરોગ્ય સુપ્રીમ વીમા યોજના ગ્રાહકોને તેમની જરૂરિયાત પ્રમાણે પ્રીમિયમ અને કાર્યકાળની પસંદગી કરવામાં સક્ષમ બનાવશે.

કોવિડ-19 મહામારી દરમિયાન લોકોને સારવારમાં મુશ્કેલી ન થાય, તેને ધ્યાનમાં રાખતા SBI જનરલ ઈન્શ્યોરન્સે સંપૂર્ણ સ્વાસ્થ્ય વીમો ખાસ રીતે તૈયાર કર્યો છે. તેનાથી લોકોનું બજેટ પણ નહીં બગડે. આરોગ્ય સુપ્રીમ એક એવી ઈન્શ્યોરન્સ પોલિસી છે જેનો લાભ રિટેલ ગ્રાહકોને સારી રીતે મળશે.