તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યાજ દર:SBIએ ફરી એકવાર વ્યાજ દર ઘટાડ્યા, 3 વર્ષની FD પર 0.20% વ્યાજ દર ઘટ્યો

દિલ્હી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBIએ ફિક્સ ડિપોઝિટ (FD)ના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. SBIએ 3 વર્ષના સમયગાળાની FD પર વ્યાજ દરમાં 0.20%નો ઘટાડો કર્યો છે. નવા દરો આજથી અમલમાં આવ્યા છે. જો કે, બેંકે 3 વર્ષથી 10 વર્ષના સમયગાળાની FD વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. બેંકે એક નિવેદન બહાર પાડતાં કહ્યું છે કે, સિસ્ટમ અને બેંકની લિક્વિડિટીને ધ્યાનમાં રાખીને અમે રિટેલ ટર્મ ડિપોઝિટ રેટમાં આ કપાત 3 વર્ષના સમયગાળા માટે કરી રહ્યા છીએ.

નવા રેટ્સ

12 મેથી SBIની ફિક્સ્ડ ડિપોઝિટ પરના નવા વ્યાજ દર આટલા રહેશે.

 • 7થી 45 દિવસ - 3.3%
 • 46થી 179 દિવસ - 4.3%
 • 180થી 210 દિવસ - 4.8% રહેશે.
 • 211 દિવસથી 1 વર્ષ સુધી - 4.8%
 • 1થી 2 વર્ષ સુધી - 5.5%
 • 2થી 3 વર્ષ સુધી - 5.5%
 • 3 વર્ષથી 10 વર્ષ - 5.7%

સિનિયર સિટીઝનના SBI FD રેટ્સ

 • 7થી 45 દિવસ - 3.8%
 • 46થી 179દિવસ - 4.8%
 • 180થી 210દિવસ - 5.3%
 • 211દિવસથી 1 વર્ષ સુધી - 5.3%
 • 1થી 2 વર્ષ સુધી - 6%
 • 2થી 3 વર્ષ સુધી - 6%
 • 3થી 5 વર્ષ સુધી - 6.2%
 • 5થી 10 વર્ષ સુધી - 6.5%

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો