SBI યુઝર્સ આનંદો:YONO એપથી હવે ઈન્કમ ટેક્સ રિટર્ન ફ્રીમાં ફરી શકાશે, 31 ઓક્ટોબર સુધી લાભ લઈ શકાશે

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • YONO એપ પર 'Tax2Win'નાં માધ્યમથી આ ITR ફ્રીમાં ભરી શકાશે

જો તમે SBIના ગ્રાહક છો તો તમારા માટે એક સારા સમાચાર છે. તમે ITR (ઈન્કમ ટેક્સ રિટર્ન) હવે ફ્રીમાં સબમિટ કરાવી શકો છો. SBIના ગ્રાહક YONO એપ પર 'Tax2Win'નાં માધ્યમથી ITR ભરી શકે છે. SBIએ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે YONO પર 'Tax2Win'નાં માધ્યમથી આ કામ તમે ફ્રીમાં 31 ઓક્ટોબર સુધી કરી શકો છો.

આ રીતે ભરો રિટર્ન

  • સૌ પ્રથમ SBI YONO એપ પર લોગ ઈન કરો.
  • હવે 'Shops and Orders' નો ઓપ્શન પસંદ કરો.
  • ત્યારબાદ 'Tax and Investment'ના ઓપ્શન પર ક્લિક કરો.
  • નવી ટેબ ઓપન થતાં તેમાંથી 'Tax2Win' ઓપ્શન સિલેક્ટ કરો. આ ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ તમે ITR ભરી શકો છો.
  • ઓપન થતાં નવાં પેજ પર તમે માગેલી ડિટેલ ભરી ઈન્કમ ટેક્સ રિટર્ન ભરી શકો છો.

ફોર્મ સબમિટ કરવા માટે આ ડોક્યુમેન્ટની આવશ્યકતા રહેશે

  • PAN કાર્ડ
  • આધાર કાર્ડ
  • ફોર્મ-16
  • ટેક્સ ડિડક્શન ડિટેલ્સ
  • ઈન્ટરેસ્ટ ઈન્કમ સર્ટિફિકેટ
  • ઈન્વેસ્ટમેન્ટ પ્રૂફ્સ ફોર ટેક્સ સેવિંગ્સ

31 ડિસેમ્બરની ડેડલાઈન
નાણાકીય વર્ષ 2020-21 માટે 31 ડિસેમ્બર 2021 સુધી ITR સબમિટ કરવાનો છે. આ ડેડલાઈન બાદ રિટર્ન ફાઈલ કરવા પર 5 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. જો તમારી કમાણી 5 લાખ રૂપિયા સુધી હશે તો લેટ ફી તરીકે 1 હજાર રૂપિયા આપવા પડશે.

SBIની રિવેમ્પ્ડ ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ
આ સ્કીમમાં બેંક ગોલ્ડ FDની સુવિધા આપે છે. આ સ્કીમમાં ગોલ્ડ સુરક્ષિત રહે છે સાથે તેનાં પર વ્યાજ પણ મળે છે. આ સ્કીમની ત્રણ કેટેગરી છે. પ્રથમ કેટેગરીમાં સોનું 1-3 વર્ષ સુધી જમા કરવામાં આવે છે. તેને STBD (શોર્ટ ટર્મ બેંક ડિપોઝિટ) કહેવામાં આવે છે. બીજી કેટેગરી MTGD (મીડિયમ ટર્મ બેંક ડિપોઝિટ)માં મેચ્યોરિટી પિરિયડ 5થી 7 વર્ષનો હોય છે. LTGD (લોન્ગ ટર્મ ગવર્મેન્ટ ડિપોઝિટ) કેટેગરીમાં સોનું 12-15 વર્ષ માટે ફિક્સ્ડ કરી શકાય છે.

કેટલું વ્યાજ મળે છે?
STBDમાં 1 વર્ષની FD પર 0.50% વ્યાજ મળે છે. જ્યારે 2 વર્ષે 0.55% અને 3 વર્ષે 0.60% વ્યાજ મળે છે. MTGDમાં વાર્ષિક 2.25%ના દરે વ્યાજ મળે છે. LTGDમાં વાર્ષિક 2.50%ના દરે વ્યાજ આપવામાં આવશે.

મિનિમમ 10 ગ્રામ સોનું હોવું જરૂરી
રિવેમ્પ્ડ ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ હેઠળ ગ્રાહકે મિનિમમ 10 ગ્રામ સોનું જમા કરાવવું પડે છે. જો કે, સોનું જમા કરવાની કોઈ મહત્તમ મર્યાદા નક્કી નથી. એટલે કે ગમે તેટલું સોનું જમા કરાવીને તેની પર વ્યાજ મેળવી શકાય છે. આ સ્કીમ વિશે વધુ માહિતી જાણવા અહીં ક્લિક કરો.