જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)માં ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કર્યું હશે તો તેની પર મળતા નફા પર TDS કાપી લેવામાં આવશે. SBI તમારા નફા પર 10% ટેક્સ કાપી લેશે. જો તમારી વાર્ષિક આવક કરપાત્ર આવકમાં ન આવતી હોય તો તમે FDના આ નફા પર કપાતો ટેક્સ બચાવી શકો છો. આ માટે તમારે ફોર્મ-15G અને ફોર્મ-15H (સિનિયર સિટીઝન માટે) ભરવાનું રહેશે. સરકારે આ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2020 સુધી લંબાવી છે.
જો 10,000 રૂપિયાથી વધુ વ્યાજ આવે તો TDS કપાશે
તમારે ફોર્મ-15G અથવા 15-H ભરીને બેંકને જણાવવાનું રહેશે કે, તમારી વાર્ષિક આવક ટેક્સ કાપવાની લિમિટમાં નથી આવતી. તેથી, તમારી FDના વ્યાજથી થયેલી આવક પર TDS કાપવામાં ન આવે. નવી સિસ્ટમ અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ઇન્કમ ટેક્સ વસૂલવામાં નહીં આવે. આવી સ્થિતિમાં જો તમારો ટેક્સ ઝીરો થતો હોય તો તો ફોર્મ-15G ભરીને બેંકને જાણ કરો. તેમજ, SBI FD અને RD પર ફક્ત ત્યારે જ TDS ઘટાડે છે જ્યારે રોકાણ પરનું વ્યાજ 10,000 રૂપિયાથી વધુ હોય. સિનિયર સિટીઝન માટે આ મર્યાદા 50,000 રૂપિયા સુધીની છે.
ફોર્મ-15G/Hની માન્યતા એક વર્ષ માટે છે
ફોર્મ 15G 60 વર્ષથી ઓછી ઉંમરના ભારતીય નાગરિકો, હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF) અથવા ટ્રસ્ટ ઉપયોગ કરી શકે છે. એ જ રીતે, ફોર્મ-15Hનો ઉપયોગ 60 વર્ષથી વધુ ઉંમરના ભારતીય નાગરિકો કરી શકે છે. ફોર્મ 15G અથવા 15Hની માન્યતા ફક્ત એક વર્ષ માટે છે. દર વર્ષે તેને જમા કરાવવું જરૂરી છે. આ ફોર્મ જમા કરવામાં વિલંબ થતાં કાપવામાં આવેલા વધારાના TDSનું રિફંડ ઇન્કમ ટેક્સ રિફંડ ફાઇલ કરીને જ લઈ શકાય છે. જો તમે તમારો માન્ય પાન નંબર આપવામાં અસમર્થ છો તો આ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
ઘેરબેઠાં ફોર્મ ભરી શકાય છે
ફોર્મ-15G ભરીને સબમિટ કરવા માટે 3 વિકલ્પો છે. તમે તમારી હોમ બ્રાંચ, નોન-હોમ બ્રાંચ અને SBI ઇન્ટરનેટ બેંકિંગ પોર્ટલ દ્વારા ફોર્મ-15G અથવા 15H સબમિટ કરી શકો છો. ત્યારબાદ e-Services પર ક્લિક કરો. હવે ફોર્મ 15G અથવા 15H પસંદ કરો. ત્યારબાદ Customer Information File (CIF) નંબર પર ક્લિક કરો અને તેને સબમિટ કરો. સબમિટ બટન પર ક્લિક કર્યા પછી તે તમને એક એવા પેજ પર લઈ જશે જેમાં પહેલેથી જ કેટલીક ડિટેલ્સ ભરેલી હશે. પછી અન્ય જાણકારી ઉમેરો. આ ઓનલાઇન સુવિધા ફક્ત સવારના 8 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.