• Gujarati News
  • Utility
  • SBI Bank Net Banking Password Vs Online Fraud; How To Create Strong Unique Passwords? Latest Tips

કામની વાત:બેન્કિંગ ફ્રોડથી બચવા માટે સ્ટ્રોંગ પાસવર્ડ રાખવો જરૂરી, SBIએ જણાવી 8 રીતો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બહુ કોમન પાસવર્ડ જેમ કે 12345678 કે abcdefg ના વાપરો
  • પાસવર્ડમાં તમારું નામ અને જન્મતારીખ ના ઉમેરો

દેશમાં વધી રહેલા ઓનલાઈન ફ્રોડને ધ્યાનમાં રાખીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ લોકોને નેટબેકિંગ કે મોબાઈલ બેન્કિંગનો પાસવર્ડ સ્ટ્રોંગ રાખવાની સલાહ આપી છે. SBIએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, તમે તમારો પાસવર્ડ કેવી રીતે સ્ટ્રોંગ રાખી શકો છો? તેનાથી તમને ઓનલાઈન ફ્રોડથી બચવામાં મદદ મળશે.

આ રીતે પાસવર્ડ સ્ટ્રોંગ બનાવી શકો છો

  • પાસવર્ડમાં ‘Uppercase’ અને ‘Lowercase’ બંનેની કોમ્બિનેશન હોય. જેમ કે- aBjsE7uG।
  • પાસવર્ડમાં નંબર અને સિમ્બોલ એ બંનેનો ઉપયોગ કરો. જેમ કે- AbjsE7uG61!@
  • તમારા પાસવર્ડમાં ઓછામાં ઓછા 8 લેટર્સ હોવા જોઈએ. જેમ કે- aBjsE7uG
  • કોમન ડિક્શનરી શબ્દો જેમ કે ‘itislocked’ અને ‘thisismypassword’નો ઉપયોગ ના કરો.
  • કીબોર્ડ પાથ જેમ કે 'qwerty' કે 'asdfg'નો ઉપયોગ ના કરવો જોઈએ. તેની જગ્યાએ ":)'', ":/' નો ઉપયોગ કરો.
  • બહુ કોમન પાસવર્ડ જેમ કે 12345678 કે abcdefg ના વાપરો.
  • સરળતાથી અંદાજો લગાવી શકાય તેવા સબ્સટિટ્યુશનનો ઉપયોગ ના કરો. જેમ કે- DOORBELL-DOOR8377
  • પાસવર્ડમાં તમારું નામ અને જન્મતારીખ ના ઉમેરો. જેમ કે - Ramesh@1967।

SBI સસ્તી લોન આપી રહ્યું છે
SBIએ હોમ, કાર, પર્સનલ અને ગોલ્ડ લોન પર પ્રોસેસિંગ ફી ના લેવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત SBIએ ગોલ્ડ લોન પર 0.50% અને કાર લોન પર 0.25% છૂટ આપવાનો નિર્ણય કયો છે. કાર લોન પર છૂટનો લાભ લેવા માટે તમારે યોનો એપમાંથી અપ્લાય કરવાનું રહેશે.

હવે તમને ગોલ્ડ લોન અને કાર લોન 7.50% વ્યાજદર પર મળશે. આ ઉપરાંત કોરોના વોરિયરને પર્સનલ લોનમાં 0.50%ની છૂટ મળશે. SBI 6.70% પર લોન આપી રહ્યું છે. વધારે જાણકારી માટે અહીં ક્લિક કરો.

અન્ય સમાચારો પણ છે...