SBIની નવી સુવિધા:SBIએ ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન માટે પેન નંબર અપડેટ કરવાનું કહ્યું, જાણો તેની ઓનલાઈન પ્રોસેસ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારે તેને અપડેટ કરી શકો છો
  • તેના માટે તમારે ફી ચૂકવવાની જરૂર નથી

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ડેબિટ કાર્ડ દ્વારા કોઈપણ વિક્ષેપ વગર ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનનો લાભ લેવા માટે ખાતાધારકોને બેંકમાં પોતાનો પાન નંબર અપડેટ કરવા કહ્યું છે. બેંકના જણાવ્યા પ્રમાણે, તમે ઓનલાઈન અથવા ઓફલાઈન બંને પ્રકારે તેને અપડેટ કરાવી શકો છો. ગત વર્ષે ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનના નિયમોને લઈને સરકારે કેટલાક ફેરફાર કર્યા હતા.

ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનમાં સમસ્યા થાય તો પેન અપડેટ કરો
બેંકે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ગ્રાહકોને કહ્યું, ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનમાં સમસ્યા થઈ રહી છે?SBI ડેબિટ કાર્ડ દ્વારા કોઈપણ મુશ્કેલી વગર વિદેશી લેવડદેવડનો આનંદ લેવા માટે બેંકના રેકોર્ડમાં તમારી પેન ડિટેઈલને અપડેટ કરો.

ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રોસેસ

  • સૌથી પહેલા SBI ઈન્ટરનેટ બેંકિંગમાં લોગઈન કરો.
  • ત્યારબાદ ઈ સર્વિસ ટેબ પર જઈને પેન રજિસ્ટ્રેશન ઓપ્શન પર ક્લિક કરો.
  • અહીં તમારો profile password દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો. અહીં તમારા તમામ અકાઉન્ટ દેખાશે. જે અકાઉન્ટમાં પાન રજિસ્ટર્ડ નહીં હોય તેની સામે click here to register લખેલું હશે.
  • તમે જે અકાઉન્ટમાં પેન રજિસ્ટર્ડ કરવા માગો છો તેના પર ક્લિક કરો. ત્યારબાદ બીજું પેજ ઓપન થશે અહીં તમારે પેન કાર્ડ નંબર દાખલ કરવો પડશે અને સબમિટ પર ક્લિક કરો.
  • ત્યારબાદ સ્ક્રીન પર તમારું નામ, CIF અને પેન નંબર સ્ક્રીન પર દેખાશે તેને ચેક કરીને કન્ફર્મ પર ક્લિક કરો.
  • કન્ફર્મ પર ક્લિક કરતા જ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક હાઈ સિક્યોરિટી પાસવર્ડ આવશે તેને દાખલ કરીને કર્ન્ફમ પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી સ્ક્રીન પર આવશે કે પેન લિંક કરવાની તમારી રિક્વેસ્ટ સબમિટ થઈ ગઈ છે.
  • તમારા દ્વારા કરવામાં આવેલી રિક્વેસ્ટ બેંક દ્વારા 7 દિવસમાં પ્રોસેસ કરવામાં આવશે.

ઓફલાઈન રજિસ્ટ્રેશન માટે બેંકમાં જવું પડશે
જો તમે ઓફલાઈન મોડ દ્વારા પેન રજિસ્ટર્ડ કરાવવા માગો છો તો તમારે બેંકની બ્રાંચ જઈને તેના માટે અરજી કરવી પડશે. અહીં તમને તેના માટે એક ફોર્મ ભરીને તેની સાથે પેન કાર્ડની ફોટો કોપી સબમિટ કરવી પડશે. જ્યારે તમે બેંક જાવ તો ઓરિજિનલ પેન કાર્ડ પણ સાથે લઈ જવું, થઈ શકે કે તમારે બેંકમાં તેને બતાવવું પડે. આ પ્રોસેસ થયા બાદ બેંક તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક મેસેજ મોકલશે. જેમાં પેન લિંક કરવાની તમારી રિક્વેસ્ટ સબમિટ કરવા વિશે જણાવાશે. દેશની સૌથી મોટી બેંક SBIની પાસે દેશભરમાં 40 કરોડથી વધારે ગ્રાહકો છે. તેની દેશભરમાં 22 હજારથી વધારે બ્રાંચ છે.

અન્ય સમાચારો પણ છે...