તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • SBI Announces Yono Shopping Carnival, Customers Will Get Up To 50% Discount On Shopping From April 4 To 7

યોનો સુપર સેવિંગ ડેઝ:SBIએ યોનો શોપિંગ કાર્નિવલની જાહેરાત કરી, 4થી 7 એપ્રિલ સુધી ગ્રાહકોને શોપિંગ પર 50% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેંકે આ ઓફરને યોનો સુપર સેવિંગ ડેઝ નામ આપ્યું છે
  • યોનો SBI એપ પર UPI દ્વારા પેમેન્ટ કરવા પર કેશબેક રિવોર્ડની સુવિધા ગ્રાહકોને મળશે

દેશની સૌથી મોટી સરકારી બેંક SBI ગ્રાહકો માટે યોનો શોપિંગ કાર્નિવલ લઈને આવી છે. બેંકની આ ઓફરમાં ગ્રાહકોને સસ્તામાં શોપિંગ કરવાની તક મળશે. આ કાર્નિવલ 4 એપ્રિલથી શરૂ થઈ ગયો છે જે 7 એપ્રિલ 2021 સુધી ચાલશે. SBIની બેંકિંગ સર્વિસ અને યોનો પ્લેટફોર્મ પર ખરીદારી કરવા પર ડિસ્કાઉન્ટનો લાભ ગ્રાહકોને મળશે. તે ઉપરાંત કેશબેકની પણ સુવિધા આપવામાં આવશે.

બેંકે આ ઓફરને યોનો સુપર સેવિંગ ડેઝ નામ આપ્યું છે. ભારતીય સ્ટેટ બેંકના જણાવ્યા પ્રમાણે, માર્ચ 2021માં યોજાયેલ શોપિંગ કાર્નિવલની બીજી સિઝનમાં ગ્રાહકોનો ઘણો સપોર્ટ જોવા મળ્યો હતો, જેના કારણે બેંક ત્રીજી સિઝન લઈને આવી છે.

માર્ચની સિઝનમાં ઉછાળો જોવા મળ્યો હતો
માર્ચનું કાર્નિવલ 4થી 7 માર્ચ 2021ની વચ્ચે યોજાયું હતું. કાર્નિવલમાં ટ્રાન્ઝેક્શનમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. SBI તેના કસ્ટમર્સને પેમેન્ટ કરવા પર પણ શાનદાર ઓફર આપે છે. તે સિવાય યોનો SBI એપ પર UPI દ્વારા પેમેન્ટ કરવા પર કેશબેક રિવોર્ડની સુવિધા ગ્રાહકોને મળશે. ​​​​​​​​​​​​​​​​​​​​​​​​​

50 ટકા સુધી છૂટ મળશે
આ સેલમાં ગ્રાહકોને 50 ટકા સુધી છૂટનો ફાયદો મળશે. બેંકે આ સેલમાં ઘણી મોટી બ્રાન્ડ્સની સાથે ટાયઅપ કર્યું છે. તેમાં એમેઝોન, એપોલો 24x7,ઇઝિ માય ટ્રિપ, ઓયો અને @હોમ જેવી દિગ્ગજ કંપનીઓ સામેલ છે. ​​​​​​​​​​​​​​

​​​​​​​જાણો કઈ કેટેગરીમાં છૂટ મળશે
ગ્રાહક હેલ્થ સંબંધિત કોઈ ખરીદારી કરે છે અથવા હોટેલ બુકિંગ, ફ્લાઈટ બુકિંગ કરે છે તો ગ્રાહકોને 50 ટકા ડિસ્કાઉન્ટનો લાભ મળશે. તે સિવાય તમે એમેઝોન દ્વારા કેટલીક ખાસ કેટેગરીમાં 10 ટકાનું એક્સટ્રા કેશબેક પણ લઈ શકો છો.