સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કિમ 2021-22ની ચોથી સિરીઝનું વેચાણ 12 જુલાઈથી શરૂ થઈ ગયું છે જે 16 જુલાઈ સુધી ચાલુ રહેશે. સરકારે તેના માટે ગ્રામ દીઠ 4,807 રૂપિયા ભાવ નક્કી કર્યો છે. જે લોકો તેના માટે ઓનલાઈન અરજી કરશે અને ડિજિટલ પેમેન્ટ કરશે તેમને ગ્રામ દીઠ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. તમારે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કિમ 2021-22ની ચોથી સિરીઝમાં રોકાણ કેમ કરવું જોઈએ, તેના SBIએ 6 કારણો જણાવ્યા છે.
2.50% વ્યાજ મળે છે
સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારોને દર વર્ષે 2.50%નું નિશ્ચિત વ્યાજ મળે છે. આ પૈસા દર 6 મહિને તમારા ખાતામાં જમા થઈ જાય છે. એટલે કે 48,070 રૂપિયાના રોકાણ પર દર વર્ષે 1,215 રૂપિયા અને 8 વર્ષમાં કુલ 10,630 રૂપિયા વ્યાજ તરીકે મળશે.
કેપિટલ ગેઈન ટેક્સમાંથી છૂટ
રિડેમ્પશન પર કોઈ કેપિટલ ગેઈન ટેક્સ નથી લાગતો. ગોલ્ડ બોન્ડની મેચ્યોરિટી પર કોઈ કેપિટલ ગેઈન્સ બને છે તો તેના પર છૂટ મળશે.
લોનની સુવિધા
બોન્ડનો મેચ્યોરિટી પિરિઅડ 8 વર્ષનો છે, પરંતુ રોકાણકારોને 5 વર્ષ બાદ બહાર નીકળવાની તક મળે છે. એટલે કે જો તમે પૈસા ઉપાડવા માગો છો તો 5 વર્ષ બાદ ઉપાડી શકો છો. NSEના અનુસાર, લોન લેતી વખતે કોલેટરલ તરીકે પણ આ સોવરેન ગોલ્ડ બોન્ડનો ઉપયોગ કરી શકાય છે.
સ્ટોરેજની કોઈ સમસ્યા નથી
ઈલેક્ટ્રોનિક ગોલ્ડ ડીમેટ અકાઉન્ટમાં હોય છે જેમાં માત્ર વાર્ષિક ડીમેટ ચાર્જ આપવાનો હોય છે. તેમાં તમને સોનાની ચોરી થવાનો ડર નથી રહેતો. તેમજ ફિઝિકલ ગોલ્ડમાં ચોરી થવાના જોખમ સિવાય તેની સુરક્ષામાં પણ ખર્ચ કરવો પડે છે.
લિક્વિડિટી
આ બોન્ડ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)પર ટ્રેડ પણ કરે છે. આવી સ્થિતિમાં તમને પૈસાની જરૂર પડવા પર તેને કોઈ બીજાને વેચી શકો છો. NSEના જણાવ્યાનુસાર, ગોલ્ડ બોન્ડની કિંમત ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિઅશન દ્વારા પ્રકાશિત 24 કેરેટ શુદ્ધતાવાળા સોનાની કિંમત સાથે લિંક હોય છે.
GST અને મેકિંગ ચાર્જ નથી લાગતો
ફિઝિકલ ગોલ્ડથી વિપરીત કોઈ GST અને મેકિંગ ચાર્જ નથી લાગતો. તેનાથી ફાયદો વધારે થાય છે.
ઓનલાઈન પણ રોકાણ કરી શકાય છે
રોકાણકારો ઓનલાઈન બેંકિંગ અથવા ડિટેઈલ અકાઉન્ટ દ્વારા પણ સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકે છે. SBI ગ્રાહક નેટ બેંકિંગ દ્વારા તેમાં રોકાણ કરી શકે છે. તેના માટે SBIની ઓફિશિયલ વેબસાઈટ પર લોગઈન કરવાનું રહેશે. ત્યારબાદ તેમને ઈ-સર્વિસિઝ ક્લિક પર સોવરેન ગોલ્ડ બોન્ડમાં ઓપ્શનમાં જવું પડશે. અહીં ટર્મ એન્ડ કન્ડિશન સિલેક્ટ કરીને પ્રોસેસ કરવી પડશે. ત્યારબાદ રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે, એક વાર રજિસ્ટ્રેશન કર્યા બાદ તે માત્ર નોમિની ડિટેઈલ ભરો અને સબમિટ બટન પર ક્લિક કરો. રોકાણકારો SBIના ટોલ ફ્રી નંબર 1800 112211 પર ફોન કરીને ડિટેઈલ જાણી શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.