વ્યાજ દર:SBIએ હોમ લોનના વ્યાજ દરમાં 0.25%નું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું, હવે આ દિવાળી પર ઘર ખરીદવાથી કેટલો ફાયદો થશે જાણો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બેંકે વધારે ટિકિટ સાઇઝવાળા હોમ લોનની વ્યાજ દર પર 20 પોઇન્ટ અને છૂટ આપવાની જાહેરાત કરી છે
  • YONO એપ દ્વારા અપ્લાય કરવા પર હોમ લોનના વ્યાજ દર પર 5 પોઇન્ટની છૂટ મળશે

આ ફેસ્ટિવ સિઝનમાં જો તમે ઘર ખરીદવાનું વિચારી રહ્યા હો તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તમારા માટે એક સ્પેશિયલ ઓફર લઈને આવી છે. આ ઓફર હેઠળ બેંક ગ્રાહકોને હોમ લોનના વ્યાજ દર પર 25 બેસિસ પોઇન્ટ સુધીનું ડિસ્કાઉન્ટ આપશે. બેંકે હાઇ ટિકિટ સાઇઝ હોમ લોનના વ્યાજ દર પર 20 પોઇન્ટ અને છૂટ આપવાની જાહેરાત કરી છે. તેમજ, YONO એપ્લિકેશન દ્વારા હોમ લોન માટે અરજી કરીને ગ્રાહકને તમામ સાઇઝની હોમ લોનના વ્યાજ દર પર 5 પોઇન્ટ ડિસ્કાઉન્ટ મળશે.

મોટી રકમની લોન પર વધુ લાભ મળશે
SBIએ ફેસ્ટિવલ સિઝનમાં 75 લાખ રૂપિયાથી વધુ રકમની હોમલોન પર 20 બેસિસ પોઇન્ટની છૂટની જાહેરાત કરી છે. જો કે, તે તમારા સિબિલ સ્કોર પર આધારિત હશે. એટલે કે, હાઇ CIBIL સ્કોર ધરાવતા લોકો જ તેનો લાભ લઈ શકશે. તેમજ, જો તમે YONO એપ્લિકેશનથી લોન માટે અરજી કરો અને તે માન્ય થઈ ગઈ તો ત્યારબાદ તેની પર 5 બેસિસ પોઇન્ટનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે. 75 લાખથી વધુ સાઇઝવાળી લોન પર આ ડિસ્કાઉન્ટ 25 બેસિસ પોઇન્ટનું હશે.

નાની રકમની લોન પર 10 બેસિસ પોઇન્ટનું ડિસ્કાઉન્ટ મળશે
તેમજ, 30 લાખથી 75 લાખ રૂપિયા સુધીની લોન પર 10 બેસિસ પોઇન્ટની છૂટ મળશે. તેમજ, જો YONO એપ્લિકેશનમાંથી અરજી કરવા પર આ ડિસ્કાઉન્ટ 15 બેસિસ પોઇન્ટ હશે. જો કે, તે તમારા સિબિલ સ્કોર પર આધારિત હશે. જો ઘર ખરીદનાર મહિલા હશે તો તેને એક્સ્ટ્રા 5 પોઇન્ટનું ડિસ્કાઉન્ટ મળશે. SBIના હોમ લોનના વ્યાજ દર 6.90%થી શરૂ થાય છે.

ફેસ્ટિવ સિઝનમાં SBIની ઓફર
અગાઉ બેંકે ફેસ્ટિવ સિઝન ઓફર લોન્ચ કરી હતી. આ ઓફર અંતર્ગત SBIએ હોમ લોન, કાર, ગોલ્સ અને પર્સનલ લોન માટે 100% પ્રોસેસિંગ ફી માફ કરવાની જાહેરાત કરી છે. એટલે કે જો તમે કોઈ ઘર ખરીદી રહ્યા હો તો તમારે કોઈ પ્રોસેસિંગ ફી ચૂકવવાની જરૂર નથી.