સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને HDFC ફિક્સ્ડ ડિપોઝિટ (FD)પર હવે વધારે વ્યાજ આપશે. આ બંને બેંકો FD પર મળતા વ્યાજ દરમાં વધારો કર્યો છે. SBIએ 2 વર્ષથી વધુ સમયગાળા માટે FD દરોમાં વધારો કર્યો છે. SBIની વેબસાઈટના અનુસાર, સંશોધિત વ્યાજ દર 15 ફેબ્રુઆરીથી લાગુ થઈ ગયા છે. તેમજ HDFC બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછી FD પર વ્યાજ દરોમાં 5-10 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે. નવા દર 14 ફેબ્રુઆરીથી લાગુ થઈ ગયા છે.
SBIની FD પર નવા વ્યાજ દર
સમયગાળો | જૂના વ્યાજ દર (%) | નવા વ્યાજ દર (%) |
7થી 45 દિવસ | 2.90 | 2.9% |
46થી 179 દિવસ | 3.90 | 3.90 |
180થી 210 દિવસ | 4.40 | 4.40 |
211થી 1 વર્ષ | 4.40 | 4.40 |
1 વર્ષથી 2 વર્ષ | 5.10 | 5.10 |
2 વર્ષથી 3 વર્ષ | 5.10 | 5.20 |
3 વર્ષથી 5 વર્ષ | 5.30 | 5.45 |
5 વર્ષથી 10 વર્ષ | 5.40 | 5.50 |
SBIએ ગયા મહિને પણ વ્યાજ દરોમાં ફેરફાર કર્યો હતો
ગયા મહિને SBIએ 1 વર્ષની FD પર વ્યાજ દરને 5થી વધારીને 5.10% કરી દીધા હતા. તેવી જ રીતે સિનિયર સિટીઝન માટે વ્યાજ દર 5.50થી વધારીને 5.60% કરવામાં આવ્યા છે. નવા વ્યાજ દર 15 જાન્યુઆરીથી લાગુ થઈ ગયા હતા.
HDFCની FD પર નવા વ્યાજ દર
સમયગાળો | જૂના વ્યાજ દર (%) | નવા વ્યાજ દર (%) |
7દિવસથી 29 દિવસ | 2.50 | 2.50 |
30 દિવસથી 90 દિવસ | 3.00 | 3.00 |
91 દિવસથી 6 મહિના | 3.50 | 3.50 |
6 મહિના 1 દિવસ 1 વર્ષ | 4.40 | 4.40 |
1 વર્ષ | 4.90 | 5.00 |
1 વર્ષ 1 દિવસથી 2 વર્ષ | 4.90 | 5.00 |
2 વર્ષ 1 દિવસથી 3 વર્ષ | 5.15 | 5.20 |
3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ | 5.30 | 5.45 |
5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ | 5.50 | 5.60 |
ઘણી બેંકોએ વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે
તાજેતરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને યુકો બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો હતો. આ પહેલા બેંક ઓફ ઈન્ડિયા (SBI), HDFC અને કોટક મહિન્દ્રા બેંકે પણ FDના વ્યાજ દરમાં ફેરફાર કર્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.