• Gujarati News
  • Utility
  • SBI Also Reduced The Interest Rate On Home Loans, Now Loans Will Be Available At 7.45%

સસ્તી હોમ લોન:SBIએ પણ હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો, હવે 7.45%ના દરે લોન મળશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોટક મહિન્દ્રા બેંક બાદ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ ઓફ ઈન્ડિયા (SBI)એ પણ હેમ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બેંકે હોમ લોનના વ્યાજ દરમાં 5 BPS (બેઝિસ પોઈન્ટ)નો ઘટાડો કર્યો છે. હવે હોમ લોનના વ્યાજ દર વાર્ષિક 7.45% હશે. નવા વ્યાજ દર આજથી લાગુ થઈ ગયા છે.

તાજેતરમાં કોટક મહિન્દ્રા બેંકે પણ ઘટાડો કર્યો
ખાનગી સેક્ટરની બેંક કોટક મહિન્દ્રાએ 10 સપ્ટેમ્બરથી હોમ લોનના વ્યાજ દરમાં 15 BPS (બેઝિસ પોઈન્ટ)નો ઘટાડો કર્યો હતો. આ ઘટાડો થયા બાદથી હોમ લોનના વ્યાજના નવા દર વાર્ષિક 6.50% થઈ ગયા છે.

કોટક મહિન્દ્રા બેંક સસ્તી હોમ લોન આપી રહી છે
કોટક મહિનદ્રા બેંક સૌથી સસ્તા દરે હોમ લોન આપી રહી છે. તેના વ્યાજ દર 6.50% છે. તેમજ LIC હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડના હોમ લોનના વ્યાજ દર 6.66%થી શરૂ થાય છે. આ સમયે ઘણી બેંક 7%થી પણ ઓછા વ્યાજે હોમ લોન આપી રહી છે.

આ બેંક 7%થી ઓછા વ્યાજે હોમ લોન આપી રહી છે

બેંકવ્યાજ દર (% માં)પ્રોસેસિંગ ફી
કોટક મહિન્દ્રા બેંક6.65મહત્તમ 10 હજાર રૂપિયા
LIC હાઉસિંગ ફાઈનાન્સ લિ.6.6610થી 15 હજાર રૂપિયા સુધી
ICICI6.700.25% અને મહત્તમ 5 હજાર સુધી
SBI6.7031 ઓગસ્ટ સુધી માફ
પંજાબ નેશનલ બેંક6.8030 સપ્ટેમ્બર સુધી માફ

અહીં સમજો કોટક મહિન્દ્રા, LIC અને SBIમાંથી લોન લેવા પર કેટલું વ્યાજ અને હપ્તા આપવા પડશે

લોન અમાઉન્ટ (રૂ. માં)સમયગાળોવ્યાજ દર (% માં)હપ્તા (EMI)કુલ વ્યાજ (રૂ. માં)
10 લાખ20 વર્ષ6.657,5448.11 લાખ
10 લાખ20 વર્ષ6.667,5508.12 લાખ
10 લાખ20 વર્ષ6.707,5748.18 લાખ
10 લાખ20 વર્ષ6.807,6338.32 લાખ
10 લાખ207.458,0259.26 લાખ