ઓનલાઇન ફ્રોડ / SBIએ પોતાના ગ્રાહકોને અલર્ટ કર્યાં, બનાવટી સોશિયલ મીડિયા અકાઉન્ટ્સથી દૂર રહો

SBI alerts its customers, stay away from fake social media accounts

Divyabhaskar.com

Jul 09, 2019, 05:42 PM IST

યુટિલિટી ડેસ્કઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ઓનલાઇન ફ્રોડથી બચવા માટે પોતાના ગ્રાહકોને ચેતવણી આપી છે. SBIએ કહ્યું કે ગ્રાહકોએ બનાવટી સોશિયલ મીડિયા અકાઉન્ટ્સથી બચીને રહેવું જોઇએ. જો તમારે તમારા પૈસા સુરક્ષિત રાખવા હોય તો આવા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ તરત અનફોલો કરી દો, જેને તમે સબસ્ક્રાઇબ કર્યાં છે. SBIએ કહ્યું કે માત્ર અમારા ઓફિશિયલ અકાઉન્ટ્સ જ ફોલો કરો.


બનાવટી અકાઉન્ટ્સની ઓળખ કેવી રીતે કરવી?
SBIએ એક ટ્વિટ કરીને કહ્યું કે, તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સથી કોઈપણ અધિકારી અથવા બેંકને ટેગ કરતાં પહેલાં એ ચોક્કસ જોઈ લો કે એ અકાઉન્ટ વેરિફાઇડ છે કે નહીં. કોઈપણ પ્રકારની ફરિયાદ અથવા જાણકારી માટે ખોટા અકાઉન્ટ અથવા અધિકારીને ટેગ ન કરો. સૌપ્રથમ હંમેશાં અકાઉન્ટની વેરિફાઇડ સાઇન ચેક કરો.


SBIએ કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સતત બનાવટી અકાઉન્ટ્સ બની રહ્યાં છે. એવામાં SBIનાં નામથી પણ ઘણા બનાવટી અકાઉન્ટ્સ હોઈ શકે છે. એ વાત ચોક્કસ ચકાસો કે ઓફિશિયલ અકાઉન્ટ કયું છે. કોઈપણ પ્રકારની કોઈ જાણકારી શેર કરતાં પહેલાં અને ટ્રાન્ઝેક્શન કરતાં પહેલાં અકાઉન્ટની વેરિફાઇડ સાઇન અવશ્ય ચકાસો.


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર SBIનાં વેરિફાઇડ અકાઉન્ટ્સ
ફેસબુક: @StateBankOfIndia
ઈન્સ્ટાગ્રામ: @theofficialsbi
ટ્વિટર: @TheOfficialSBi
લિંક્ડઇન: State Bank of India (SBI)
ગૂગલ+: State Bank of India
યૂટ્યુબ: State Bank of India
ક્વોરા: State Bank of India (SBI)
પિન્ટ્રેસ્ટ: State Bank Of India


ફરિયાદ કેવી રીતે કરવી?
SBIએ પોતાની ટ્વીટમાં કહ્યું કે, જો તમારી સાથે કોઈપણ નાણાકીય ફ્રોડ થાય અથવા બિનસત્તાવાર ઓનલાઇન ટ્રાન્ઝેક્શન થાય તો તરત જ બેંકનો સંપર્ક કરો. આ માટે SBIએ બે ટોલ ફ્રી નંબર 1800112211 અને 18004253800 જણાવવામાં આવ્યા છે.

X
SBI alerts its customers, stay away from fake social media accounts
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી