તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • SBI Alerts Customers By Texting, "If You Are Not Careful, Your Account Will Be Emptied."

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલર્ટ:SBIએ ગ્રાહકોને મેસેજ કરીને અલર્ટ કર્યા, જો સાવધાની નહીં રાખો તો તમારું અકાઉન્ટ ખાલી થઈ જશે

9 મહિનો પહેલા
 • તમારી વ્યક્તિગત અને બેંકિંગ વિગતો અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરો
 • ખોટી યોજનાઓથી સાવધાન રહેવું, જે SMS, ઈ-મેલ, લેટર, ફોન કોલ અથવા જાહેરાત દ્વારા લોટરી, રોકડ ઈનામ અથવા નોકરી આપવાનો દાવો કરે છે
 • SBIથી સંબંધિત સંપર્ક નંબર અને અન્ય માહિતી માટે માત્ર SBIની વેબસાઈટનો ઉપયોગ કરો

દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI)એ તેના ગ્રાહકોને એક મેસેજ ક્યો છે. SBIએ કહ્યું છે કે, અમારી જવાબદારી છે કે અમે ગ્રાહકોને ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનતા અટકાવીએ. એટલા માટે અમે બેંકિંગ સાથે જોડાયેલી કેટલીક સાવધાની વિશે જણાવી રહ્યા છીએ જેને તમારે કડક રીતે પાલન કરવું જોઈએ. જો તમે આવું નહીં કરો તો તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો અને તમારું અકાઉન્ટ ખાલી થઈ શકે છે. 

SBIએ ગ્રાહકોને અલર્ટ કર્યા 

 • જરૂરી છે કે તમે માનક નિયમોનું પાલન કરો અને તમારી વ્યક્તિગત અને બેંકિંગ વિગતો અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરો.
 • કોઈ પણ અનૌપચારિક લિંક પર ક્લિક કરશો નહીં જે EMI(ઈક્વિટેડ મન્થલી ઇન્સ્ટોલમેન્ટ), DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર), પ્રધાનમંત્રી કેર ફંડ અથવા કોઈ અન્ય કેર ફેંડ માટે વન ટાઈમ પાસવર્ડ (OTP)અથવા બેંક વિગતો માંગે છે.
 • ખોટી યોજનાઓથી સાવધાન રહેવું, જે SMS, ઈ-મેલ, લેટર, ફોન કોલ અથવા જાહેરાત દ્વારા લોટરી, રોકડ ઈનામ અથવા નોકરી આપવાનો દાવો કરે છે.
 • સમયાંતરે બેંક સંબંધિત પોતાનો પાસવર્ડ બદલતા રહો.
 • કૃપા કરીને ધ્યાનમાં રાખો કે SBIના અધિકારીઓ તેમના ગ્રાહકોને તેમની વ્યક્તિગત માહિતી, પાસવર્ડ હાઈ સિક્યોર પાસવર્ડ અથવા OTP માટે ક્યારે ઈમેલ/એસએમએસ મોકલતા નથી અને કોલ પણ નથી કરતા
 • SBIથી સંબંધિત સંપર્ક નંબર અને અન્ય માહિતી માટે માત્ર SBIની વેબસાઈટ https://www.onlinesbi.com/નો ઉપયોગ કરવો. આ સંબંધમાં ઈન્ટરનેટ રિસર્ચ પરિણામો પર ઉપલબ્ધ માહિતી પર આધાર રાખશો નહીં
 • છેતરપિંડી કરનારાઓ વિશે તાત્કાલિક સ્થાનિક પોલીસ અધિકારીને જાણ કરો અને તમારી નજીકની SBI શાખામાં તેની સૂચના આપો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો