• Gujarati News
  • Utility
  • Savings Account Will Earn More Than 66% Interest, Interest Will Be Charged Every Month, Premium Credit Card Will Not Be Charged

ફ્રી ચેકબુક:IDFC બેંકમાં સેવિંગ અકાઉન્ટ પર 66% વધારે વ્યાજ મળશે, દર મહીને વ્યાજ મળશે, પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ પર કોઈ ચાર્જ નહીં

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેવિંગ અકાઉન્ટ પર મોટાભાગની બેંક 3% વ્યાજ આપી રહી છે, જ્યારે IDFC ફર્સ્ટ બેંક 5% વ્યાજ આપશે

બેંકિંગ સેક્ટરમાં IDFC ફર્સ્ટ બેંકે પ્રથમવાર ઘણી બધી સેવાઓ રજૂ કરી છે. તેમાં તમને સેવિંગ અકાઉન્ટમાં દર મહીને વ્યાજ મળશે. કસ્ટમર્સને 66% વધારે વ્યાજ મળશે. એટલું જ નહીં પણ તમારા વ્યાજ પર પણ બેંક વ્યાજ આપશે.

મોટાભાગની બેંક 3% વ્યાજ આપે છે
બેંકે કહ્યું, સેવિંગ અકાઉન્ટ પર મોટાભાગની બેંક 3% વ્યાજ આપી રહી છે. જ્યારે IDFC ફર્સ્ટ બેંક 5% વ્યાજ આપશે. 1 લાખ રૂપિયા સુધીની જમા રકમ પર 4% વ્યાજ મળશે. 1થી 10 લાખ રૂપિયાની પર 4.5% અને 10 લાખથી વધારે રકમ પર 5% વ્યાજ મળશે. બેંકે કહ્યું કે, સામાન્ય રીતે બેંક ત્રિમાસિકમાં વ્યાજ આપે છે, જ્યારે IDFC ફર્સ્ટ બેંક ગ્રાહકોને દર મહીને વ્યાજ આપશે.

વ્યાજ પર વ્યાજ મળશે
બેંકે કહ્યું, તમે બેંકમાં જમા વ્યાજ પર પણ બીજું વ્યાજ લઈ શકો છો. એટલે કે ગ્રાહકો વર્ષમાં 12 વખત વ્યાજ લઇ શકે છે. IMPSથી રૂપિયા ટ્રાન્સફરની પ્રોસેસ ફ્રી રહેશે. સાથે જ સ્ટોપ પેમેન્ટ પર પણ કોઈ ચાર્જ નહીં લાગે. આ રીતે પ્રીમિયમ ક્રેડિટ કાર્ડથી બેંક કોઈ ચાર્જ નહીં લે. તેની પર કોઈ વર્ષની ફી કે પછી જોઈનિંગ ફી પણ વસૂલવામાં નહીં આવે. આ લાઈફટાઈમ ફ્રી રહેશે.

48 દિવસ સુધી ક્રેડિટ કાર્ડ પર રૂપિયા ઉપાડવાનો કોઈ ચાર્જ નહીં લાગે
IDFC ફર્સ્ટ બેંકે કહ્યું, જો તમે ATMમાંથી ક્રેડિટ કાર્ડથી રૂપિયા ઉપાડતા હો તો આ 48 દિવસ સુધી ફ્રી રહેશે. એટલે કે જ્યાં સુધી ક્રેડિટ કાર્ડના પેમેન્ટની તારીખ છે ત્યાં સીધી બેંક કોઈ ચાર્જ નહીં લે. ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર બેંક દર મહીને 0.75થી 2.99% વ્યાજ લેશે. બેંકિંગ ઇન્ડસ્ટ્રીમાં ક્રેડિટ કાર્ડ પર 3.49% વ્યાજ શરુ થાય છે.

ફાસ્ટેગથી ત્રણ પ્રકારના ફાયદા
આ રીતે ફાસ્ટેગથી તમને ત્રણ પ્રકારના ફાયદા મળશે. તેની મદદથી ટોલનો ચાર્જ, ઈંધણનું પેમેન્ટ અને પાર્કિંગ ચાર્જનું પેમેન્ટ કરી શકો છો. બેંકે કહ્યું, જ્યારે તમે વ્યાજ પર મહિનાના હપ્તા ભરો છો તે જ રીતે જમા રકમ પર પણ મહીને વ્યાજ મળવું જોઈએ. આ જ કારણે બેંકે દર મહીને વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે.

10 હજારના માસિક બેલેન્સ પર વીમા કવર મળશે
IDFC ફર્સ્ટ બેંકે જણાવ્યું, જો કોઈ ગ્રાહકના અકાઉન્ટમાં 10 હજાર રૂપિયાની માસિક બેલેન્સ હોય છે તો તેને 2 લાખ રૂપિયાનો પર્સનલ એક્સિડન્ટ વીમો મળશે. મહિનામાં 5 વખત ફ્રીમાં ATMનો ઉપયોગ કરી શકે છે. ATMમાંથી રોજ 1 લાખ રૂપિયા ઉપાડી શકે છે, જ્યારે રોજ 1.50 લાખ રૂપિયાની ખરીદી પોઈન્ટ ઓફ સેલ દ્વારા કરી શકે છે.

ડેબિટ કાર્ડ અને ચેકબુક ફ્રીમાં મળશે
બેંકે કહ્યું કે, જે ગ્રાહકોના અકાઉન્ટમાં 10 હજાર રૂપિયાનું બેલેન્સ રહેશે, તેને ડેબિટ કાર્ડ અને ચેક બુકની સુવિધા ફ્રીમાં મળશે. જો તમે દર મહીને 25 હજાર રૂપિયાનું બેલેન્સ રાખો છો તો તમને 35 લાખ રૂપિયાનું પર્સનલ એક્સિડન્ટ વીમા કવર મળશે.