કામના સમાચાર:પર્સનલ ફોટો અને વીડિયોની જેમ જ સહીને પણ રાખો સાચવીને, નહીં તો પસ્તાવાનો વારો આવી શકે છે

એક મહિનો પહેલા

ઘણીવાર આપણા પર્સનલ ફોટો, વીડિયો અને સહીને કારણે બ્લેકમેલ કરીને પૈસાની ઉઘરાણી કરે છે અથવા તો વાઇરલ કરવાની ધમકી આપે છે. ત્યારે હવે લોકોએ ફોટો અને વીડિયોની સાથે-સાથે સહીને પણ સંભાળીને રાખવી જોઈએ નહીં તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

થોડા સમય પહેલાં લખનૌમાં એક ઘટના બની હતી, જેમાં એક યુવતી તેના કાકાના ઘરે પ્રયાગરાજમાં રહેતી હતી. કાકાના બાળકોને ભણાવવા માટે સુધીર સિંહ નામનો શિક્ષક આવતો હતો. આ દરમિયાન સુધીર સિંહે યુવતીને નોકરીની લાલચ આપીને સ્ટેમ્પ પેપર પર સહી કરાવી લીધી હતી. આ દરમિયાન યુવતીના લગ્ન નક્કી થઇ ગયા હતા. યુવતીના ઘરસંસારમાં આગ લગાડવા માટે સુધીરે બોગસ લગ્નના સર્ટિફિકેટ તૈયાર કરીને વાઇરલ કરી દીધા હતા. હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે.

હવે જાણીએ ઉપરોક્ત ઘટનામાંથી શું શીખ મેળવી શકાય?
આપણી આજુ બાજુ ઘણાં એવા લોકો હોય છે જે, ભોળપણમાં આવીને કોરા કાગળ અથવા સ્ટેમ્પ પેપર પર સહી કરી લેતા હોય છે. આ ભોળપણનો લોકો ફાયદો ઉઠાવીને છેતરપિંડી કરે છે. આજે કામના સમાચારમાં સુપ્રીમ કોર્ટના વકીલ શશી કિરણ જણાવે છે કે, તમારી સાથે આ સ્થિતિ થાય છે તો શું કરવું જોઈએ?

સવાલ : જો આ પ્રકારની ઘટનામાં પોલીસ ફરિયાદ દાખલ ન કરે તો શું કરવું જોઈએ?
જવાબ :
તમે ઉચ્ચ અધિકારી જેમ કે, SP, DSP, Commissionerને પત્ર લખીને જાણ કરી શકો છો.
આ સાથે જ તમે એ પણ લખી શકો છો જો તમે આ ફરિયાદ નથી લઈ રહ્યાં તો હું CrPC એક્ટ 156 (3) હેઠળ કોર્ટમાં જઈશ.

સવાલ : બાદમાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી તો શું કરવું જોઈએ?
જવાબ :
આ બાદ તમે કોર્ટમાં જઈને ફરિયાદ કરી શકો છો. આ માટે તમે વકીલની સલાહ લઇ શકો છો. આ જ એપ્લિકેશન કોર્ટમાં આપ્યા બાદ કોર્ટ પોલીસને કાર્યવાહીનો આદેશ આપશે.
CrPC ની કલમ 156(3) માં જોગવાઈ છે કે, જો પોલીસ FIR લખતી નથી, તો કોર્ટ તેને FIR લખવાનો આદેશ આપી શકે છે.

સવાલ : શું કોરા/સ્ટેમ્પ પેપર પરની સહી કોર્ટમાં પુરાવા તરીકે ગણી શકાય?
જવાબ : સહી કર્યા બાદ જો તમને બ્લેકમેલ કરવામાં આવી શકે છે. જો તમે આ બાબતે કોઈ ફરિયાદ કરી દીધી છે તો આ પેપરનું કોઈ મહત્વ રહેશે નહીં. કોર્ટમાં આ પ્રકારના કોઈ પુરાવાને માન્ય રાખવામાં આવતા નથી.

તેથી આ પ્રકારની કોઈ ઘટનાથી ડરવાને બદલે સાવધાન રહેવું જરૂરી છે. ક્યાંય પણ સહી કરતા પહેલાં સો વાર વિચારવું જોઈએ.