તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Sanskrit Students From 9th Standard To PHD Will Get Scholarship Up To 25 Thousand Rupees, Last Date For Online Application Is March 28

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્કોલરશિપ પ્રોગ્રામ:9મા ધોરણથી PHD સુધી સંસ્કૃતના વિદ્યાર્થીઓને 25 હજાર રૂપિયા સુધીની સ્કોલરશિપ મળશે, ઓનલાઇન અપ્લાય કરવાની છેલ્લી તારીખ 28 માર્ચ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકારે વિશ્વની સૌથી પ્રાચીન ભાષા અને દેવવાણી કહેવાતી સંસ્કૃત ભાષાના ડેવલપમેન્ટ અને પ્રમોશન માટે નવી પહેલ કરી છે. કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય સંચાલિત સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીએ સંસ્કૃતનો અભ્યાસ કરનારા બાળકોને એન્યુઅલ સ્કોલરશિપ આપવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત 9મા ધોરણથી PHD સુધીના સંસ્કૃત વિદ્યાર્થીઓને દર વર્ષે 5 હજારથી 25 હજાર રૂપિયાની સ્કોલરશિપ મળશે.

એપ્લિકેશન કરવા માટે આ શરતો હશે
સ્કોલરશિપ માટે એપ્લિકેશન ફોર્મ ફક્ત ઓનલાઇન જ સ્વીકારવામાં આવશે. કોઇપણ એપ્લિકેશન ફોર્મ અથવા સર્ટિફિકેટ પોસ્ટ દ્વારા અથવા અન્ય રીતે મોકલવા માટે કોઈ વિચારણા કરવામાં આવશે નહીં.
ઇન્ટર સુધીના વિદ્યાર્થીઓની સ્કોલરશિપ માટે ફક્ત સંસ્કૃત વિષયના ગુણના આધારે પ્રેફરન્સ ઓર્ડર તૈયાર કરવામાં આવશે. પરંતુ સંસ્કૃત ઓનર્સ માટે પહેલાના તમામ વિષયોના પૂર્ણાંક પર પસંદગીનો ક્રમ નક્કી કરવામાં આવશે.

એલિજિબિલિટી

  • અગાઉના વર્ગમાં વૈકલ્પિક વિષયો તરીકે 100 ગુણની સંસ્કૃત ભાષા લેવામાં આવી હોય.
  • સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષાની પરીક્ષામાં ઓછામાં ઓછા 60% ગુણ મેળવેલા હોવા જોઈએ.
  • OBC વિદ્યાર્થીઓ માટે 55% અને SC, ST, દિવ્યાંગ કેટેગરીમાં 50% ગુણ ફરજિયાત છે.

જુલાઈમાં DBT દ્વારા ચુકવણી કરવામાં આવશે

  • 9 અને 10મા ધોરણમાં 5 હજાર રૂપિયા
  • 11-12 ધોરણમાં 6 હજાર રૂપિયા
  • ગ્રેજ્યુએશન માટે 8 હજાર રૂપિયા
  • પીજી વિદ્યાર્થીઓ માટે 10 હજાર રૂપિયા
  • PHD અથવા તેના સમકક્ષ માટે 25 હજાર રૂપિયા
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો