• Gujarati News
  • Utility
  • Samantha Who Got Trolled Due To Alimony, Know What It Is And When It Is Available?

પત્ની નોકરી કરે કે ન કરે, પતિએ ચુકવવો પડશે ખર્ચો:જે ઍલિમનિના કારણે ટ્રોલ થઈ સામંથા, જાણો તે શું છે અને ક્યારે મળે છે?

18 દિવસ પહેલાલેખક: અલિશા સિન્હા
  • કૉપી લિંક

સામંથા રૂથ પ્રભુ અને અક્ષય કુમાર 'કોફી વિથ કરણ'ના તાજેતરનાં એપિસોડમાં પહોંચ્યા ત્યારે આ શોને હોસ્ટ કરી રહેલા કરણે સામંથાને પૂછ્યું હતું કે, તમે તમારા વિશે સૌથી ખરાબ શું વાંચ્યું છે? સામંથાએ કહ્યું, "મેં ઍલિમનિમાં 250 કરોડ લીધા છે. સામંથાએ તાજેતરમાં જ અભિનેતા નાગા ચૈતન્ય સાથે છૂટાછેડાં લીધા હતાં અને અભિનેત્રીએ 250 કરોડ ઍલિમનિ લેવાની પણ ના પાડી દીધી હતી.

સામંથાની વાત સાંભળીને તમારાં મનમાં પણ એક પ્રશ્ન જરૂર ઊભો થતો હશે, કે આખરે ઍલિમનિ શું છે? શું સામાન્ય મહિલાઓને પણ છૂટાછેડાં સમયે ઍલિમનિ મળે છે? એડવોકેટ ચીકિશા મોહંતી, એડવોકેટ સચિન નાયક અને મુંબઈનાં ફેમિલી એડવોકેટ મૃણાલિની દેશમુખ પાસેથી આ અંગે વધુ માહિતી મેળવીએ.

સામંથાએ 250 કરોડ ઍલિમનિ લેવાની ના પાડી દીધી હતી
સામંથાએ 250 કરોડ ઍલિમનિ લેવાની ના પાડી દીધી હતી

પ્રશ્ન-1: ઍલિમનિ (ભરણપોષણ) શું છે, જે સામંથાએ લેવાની ના પાડી હતી?
જવાબ:
ઍલિમનિ એક પ્રકારની આર્થિક મદદ છે, જેનો દાવો પત્ની પતિથી અલગ થતાં પહેલાં કે પછી કરી શકે છે. પતિ કાયદેસર રીતે પત્નીને ઍલિમનિ (ભરણપોષણ) આપવા માટે પ્રતિબદ્ધ છે.

પ્રશ્ન-2: ઍલિમનિ કોણ લઈ શકે ?
જવાબ: ક્રિમિનલ પ્રોસિજર કોડ, 1973 હેઠળ પત્નીનાં ભરણપોષણની જવાબદારી તેનાં પતિની હોય છે. કેટલાક એવા કિસ્સાઓ પણ બન્યા છે કે જેમાં પતિને પત્ની પાસેથી ભરણપોષણ મળ્યું હોય અને તેનો આદેશ કોર્ટે જ આપ્યો હોય. જુલાઈ 2014માં ગુજરાતનાં ગાંધીનગરની ફેમિલી કોર્ટે રાજવિંદર કૌરને પતિ દલબીર સિંહને ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો હતો.

પ્રશ્ન-૩: ઍલિમનિ કેટલા પ્રકારની હોય છે ?
જવાબ: મૃણાલિનીનાં મતે ઍલિમનિનાં બે પ્રકાર હોય છે.

પ્રથમ- કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હોય ત્યારે પણ ઍલિમનિ આપવામાં આવે છે. જેને ‘મેઈન્ટેનન્સ અમાઉન્ટ’ પણ કહેવામાં આવે છે. કેસ લડતાં સમયે પત્નીને તેનાં દ્વારા આર્થિક મદદ મળે છે. બીજું- જ્યારે પતિ-પત્ની કાયદાકીય રીતે અલગ થઈ જાય કે છૂટાછેડાં લઈ લે ત્યારે પણ ઍલિમનિ આપવામાં આવે છે. આ પ્રકારમાં એકસાથે, દર મહિને અથવા હપ્તાનાં આધારે પત્નીને ચોક્કસ રકમ આપવમાં આવે છે. હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ 1956 મુજબ, હિન્દુ પત્નીને તેના પતિથી અલગ થવાનો અધિકાર છે અને ભરણપોષણનો દાવો કર્યા વિના, તેને પતિ પાસેથી ઍલિમનિની રકમ મેળવવાનો પણ હક છે, પરંતુ આ ફક્ત અમુક પરિસ્થિતિઓમાં જ શક્ય છે. નીચેના ગ્રાફિક્સમાં વાંચો..

પ્રશ્ન-4: એવી કઈ વસ્તુઓ છે, જેને જોઈને ઍલિમનિની રકમ નક્કી કરવામાં આવે છે?
જવાબ: ઍલિમનિની રકમ કોર્ટ દ્વારા પતિની અમુક વસ્તુઓ જોઈને નક્કી કરવામાં આવે છે.

  • પતિનો પગાર
  • પતિની મિલકત
  • બાળકોનું શિક્ષણ
  • પતિના પરિવારનો ખર્ચ

એટલે કે પતિની આખી લાઈફસ્ટાઈલ જોવામાં આવે છે. એ પણ જોવામાં આવે છે, કે અલગ થયા પછી બાળકની જવાબદીરી કોના પર છે અને તેનાં ભણતરનો ખર્ચ કેટલો થશે એ પણ ગણતરી કરવામાં આવે છે. સૌથી પહેલાં તો પતિ પાસેથી આ ત્રણ વાત કોર્ટમાં જાહેર કરાવવામાં આવે છે. ત્યારબાદ કોર્ટ નક્કી કરે છે કે પત્નીને કેટલી ઍલિમનિ આપી શકાય. સામંથાએ કરણનાં શોમાં કહ્યું હતું કે, ‘ટ્રોલર્સે પહેલાં 250 કરોડની ઍલિમનિની સ્ટોરી બનાવી હતી, પછી તેમને લાગ્યું કે આમાં કોઈ વાસ્તવિકતા નથી તો તેમણે બીજી વાર્તા બનાવી કે, મેં પ્રી-નપ સાઈન કર્યું હતું એટલે હું ઍલિમનિ માગી જ ના શકુ.’

પ્રશ્ન-5: સામંથાએ જે પ્રી-નપનો ઉલ્લેખ કર્યો છે તે શું છે?
જવાબ: પ્રી-નપ એક પ્રકારનો કરાર છે, જે લગ્ન પહેલાં પતિ-પત્ની વચ્ચે સાઈન કરવામાં આવ્યો હોય. મૃત્યુ, છૂટાછેડા અથવા અલગ થવાના સમયે પતિ-પત્ની વચ્ચે કેટલા પૈસાની વહેંચણી થશે અથવા પૈસાની વહેંચણી થશે કે નહિ. એડવોકેટ સચિનનું કહેવું છે, કે પ્રી-નપ વેસ્ટર્ન ટર્મ છે. જેનું ફુલ ફોર્મ થાય છે- પ્રી મેરેજ એગ્રીમેન્ટ. હિન્દુ મેરેજ ઍક્ટ મુજબ લગ્ન સાથે જોડાયેલ કોઈ પણ કરાર કાયદેસર નથી એટલે કે લગ્ન પહેલાનો કરાર પણ કાયદેસર નથી. આવા કરારોનો ઉપયોગ શ્રીમંત લોકો દ્વારા કરવામાં આવે છે. મધ્યમવર્ગના લોકો ભાગ્યે જ આવી વસ્તુઓની જાળમાં ફસાતા હોય છે.