તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • SAIL Sarkari Naukri | SAIL Recruitment 2021: 46 Vacancies For Medical Officer And Medical Specialist Posts, STEEL AUTHORITY OF INDIA LIMITED Notification For Details Like Eligibility, How To Apply

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડે 46 પદો પર ભરતી જાહેર કરી, 7 મે સુધી અરજી કરી શકાશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારોનું સિલેક્શન લેખિત પરીક્ષા, કમ્પ્યુટર ટેસ્ટ અને ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે
  • મેડિકલ ઓફિસરના પદ માટે અરજી કરતાં ઉમેદવાર પાસે MBBSની ડિગ્રી સાથે 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે

SAIL (સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ મેડિકલ ઓફિસર અને મેડિકલ સ્પેશ્યાલિસ્ટના વિવિધ પદો પર ભરતીની જાહેરાત કરી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર આ ભરતી માટે 7મે સુધી અરજી કરી શકે છે. આ રિક્રુટમેન્ટ ડ્રાઈવનાં માધ્યમથી 46 પદો પર ભરતી થશે.

પદોની સંખ્યા:46
મેડિકલ ઓફિસર: 26
મેડિકલ સ્પેશ્યાલિસ્ટ: 20

યોગ્યતા

  • મેડિકલ ઓફિસર: ઉમેદવાર પાસે MBBSની ડિગ્રી સાથે 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
  • મેડિકલ સ્પેશ્યાલિસ્ટ: મેડિકલની ડિગ્રી સાથે મિનિમમ 3 વર્ષ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

વય મર્યાદા
મેડિકલ ઓફિસરના પદો માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 34 વર્ષથી વધારે ન હોવી જોઈએ. જ્યારે મેડિકલ સ્પેશ્યાલિસ્ટના પદો માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 34 વર્ષની હોવી જોઈએ.

સેલરી
પસંદગી થયેલા ઉમેદવારોને પદાનુસાર 50,500 અને 58,000 રૂપિયા સુધીનું માસિક વેતન મળશે.

મહત્ત્વની તારીખ

ચલણનાં માધ્યમથી ફી જમા કરાવવાની તારીખ01 એપ્રિલ
ચલણનાં માધ્યમથી ફી જમા કરાવવાની છેલ્લી તારીખ30 એપ્રિલ
સ્પીડ પોસ્ટનાં માધ્યમથી અરજી કરવાની છેલ્લી તારીખ07 મે

સિલેક્શન પ્રોસેસ
આ પદો માટે ઉમેદવારોનું સિલેક્શન લેખિત પરીક્ષા, કમ્પ્યુટર ટેસ્ટ અને ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

ઓફિશિયલ નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો