તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Safdarjung Hospital And VMMC Sarkari Naukri | Safdarjung Hospital And VMMC Recruitment 2021: 179 Vacancies For Junior Resident Posts, Safdarjung Hospital And VMMC Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:સફદરજંગ હોસ્પિટલે જૂનિયર રેઝિડેન્ટના 179 પદો પર ભરતીની જાહેરાત કરી, 19 જૂન સુધી અરજી કરી શકાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારોનું સિલેક્શન ઓનલાઈન વીડિયો કાઉન્સેલિંગનાં માધ્યમથી કરવામાં આવશે
  • ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયની MBBSની ડિગ્રી હોવી જોઈએ

સફદરજંગ હોસ્પિટલ અને VMMCએ વિવિધ વિભાગો માટે જૂનિયર રેઝિડેન્ટના પદો પર ભરતી માટે જાહેરાત કરી છે. આ ભરતી માટે ઉમેદવારો 19 જૂન સુધી અરજી કરી શકે છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર આ પદો માટે પોસ્ટનાં માધ્યમથી અરજી કરી શકે છે. આ રિક્રુટમેન્ટ ડ્રાઈવનાં માધ્યમથી કુલ 179 પદો પર ભરતી કરવામાં આવશે.

પદોની સંખ્યા: 179

યોગ્યતા

અરજી કરનારા ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયની MBBSની ડિગ્રી હોવી જોઈએ. આ સિવાય ઉમેદવાર દિલ્હી મેડિકલ કાઉન્સિલ સાથે રજિસ્ટર્ડ હોવો જોઈએ.

સિલેક્શન પ્રોસેસ
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોનું સિલેક્શન ઓનલાઈન વીડિયો કાઉન્સેલિંગનાં માધ્યમથી કરવામાં આવશે.

મહત્તવની તારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ: 19 જૂન

સેલરી
સિલેક્ટેડ ઉમેદવારોને દર મહિને 56,100 રૂપિયા+NPA+ કેન્દ્ર સરકારના અન્ય ભત્તા સાથે સેલરી આપવામાં આવશે. વધુ માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

આ રીતે અરજી કરો
ઈચ્છુક ઉમેદવારે સફદરજંગ હોસ્પિટલ અને VMMCની ડાયરી અને ડિસ્પેચ સેક્શન, ગેટ 2 પાસે અને બેંક ઓફ બરોડા સફદરજંગ હોસ્પિટલ શાખા પાસે અરજી જમા કરાવવી પડશે. આ સિવાય પોસ્ટનાં માધ્યમથી પણ અરજી કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...