• Gujarati News
  • Utility
  • RTGS Facility Will Not Work For 14 Hours On 18th April, Find Out Why This Facility Will Be Closed

ઓનલાઈન બેંકિંગ કસ્ટમર માટે અલર્ટ:18 એપ્રિલના રોજ 14 કલાક સુધી RTGSની સુવિધા કામ નહીં કરે, જાણો કેમ આ સુવિધા બંધ રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો તમે પૈસા ટ્રાન્સફર કરવા માટે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ (RTGS)નો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. 18 એપ્રિલ એટલે કે રવિવારે રાત્રે 12 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી તમે આ સુવિધાનો લાભ નહીં ઉઠાવી શકો. RBI જણાવ્યા પ્રમાણે, ટેક્નિકલ અપગ્રેડેશનના કારણે 14 કલાક માટે આ સુવિધા બંધ રહેશે. જો કે, આ દરમિયાન NEFTની સુવિધા મળતી રહેશે.

ગત વર્ષથી RTGSની સુવિધા 24 કલાક માટે કરવામાં આવી
RBIએ ગત વર્ષે ડિસેમ્બરમાં રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ (RTGS)ને 24 કલાક સાતેય દિવસ માટે ઉપલબ્ધ કરાવી દીધી છે. અગાઉ આ સુવિધા બેંક ટાઈમિંગ દરમિયાન મળતી હતી. આ સુવિધાનો લાભ લેવા માટે તમારે કોઈ ચાર્જ નથી આપવો પડતો.

વધારે ટ્રાન્ઝેક્શન માટે RTGS
RTGS સિસ્ટમનો ઉપયોગ વધારે પૈસાની લેવડદેવડ માટે કરવામાં આવે છે. દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બેંકે જુલાઈ 2019થી NEFT અને RTGSના માધ્યમથી કરવામાં આવતી લેવડદેવડ પર ચાર્જ લેવાનું બંધ કર્યું હતું.

બે લાખ સુધી માટે NEFT
NEFTનો ઉપયોગ બે લાખ રૂપિયા સુધીની લેવડદેવડ માટે કરવામાં આવે છે. તેનાથી વધારે લેવડદેવડ RTGS દ્વારા થાય છે. 2 લાખથી ઓછું ટ્રાન્સફર RTGS દ્વારા નથી થતું. તેમજ સૌથી મહત્ત્વની બાબત એ છે કે ટ્રાન્સફર કરવા પર કોઈ વધારાનો ચાર્જ પણ નથી આપવો પડતો.