RSMSSB (રાજસ્થાન સબઓર્ડિનેટ એન્ડ મિનિસ્ટ્રિયલ સર્વિસ સિલેક્શન બોર્ડ)એ ફાયરમેન અને અસિસ્ટન્ટ ફાયર ઓફિસરની આશરે 600 પદો પર ભરતીની જાહેરાત કરી છે. આ રિક્રુટમેન્ટ ડ્રાઈવનાં માધ્યમથી કુલ 629 પદો પર ભરતી કરવામાં આવશે. આ પદો માટે અરજી કરવાની પ્રક્રિયા 18 ઓગસ્ટથી શરૂ થઈ છે. ઈચ્છુક ઉમેદવારો અરજી માટે 16 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકે છે.
પદોની સંખ્યા: 629
યોગ્યતા
આ પદો માટે અરજી કરનારા ઉમેદવાર પાસે કોઈ માન્યતા પ્રાપ્ત બોર્ડનું 12 પાસનું સર્ટિફિકેશન હોવું જરૂરી છે. આ સિવાય ગ્રેજ્યુએટ ઉમેદવાર પણ અરજી કરી શકે છે. વધારે માહિતી માટે તમે ઓફિશિયલ વેબસાઈટ જોઈ શકો છો.
વય મર્યાદા
18થી 40 વર્ષના ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. ઉંમરમાં છૂટછાટ માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.
મહત્ત્વની તારીખ
અરજી શરૂ થવાની તારીખ: 18 ઓગસ્ટ
અરજી કરવાની છેલ્લી તારીખ: 16 સપ્ટેમ્બર
સિલેક્શન પ્રોસેસ
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોનું સિલેક્શન લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂમાં પ્રદર્શનના આધારે કરવામાં આવશે.
એપ્લિકેશન ફી
આ રીતે અરજી કરો
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ પદો માટે 16 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. વધારે માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.