તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Rs 62,746 Crore Spent On Credit Cards In June 2021, 10% More Than In June 2019, Signs Of Recovery From The Second Wave Of Corona

ગ્રાહકોના ખર્ચમાં વધારો થયો:ક્રેડિટ કાર્ડથી જૂન 2021માં જૂન 2019 કરતાં 10% વધારે 62,746 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા, બીજી લહેર બાદ ગાડી ફરીથી પાટે ચડવાના સંકેત

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજા ત્રિમાસિકથી 35% ખર્ચ વધશે
  • કોરોનાની બીજી લહેર દરમિયાન ક્રેડિટ કાર્ડથી થયેલા ખર્ચમાં ઘટાડો આવ્યો હતો

દેશમાં ધીમે-ધીમે ગ્રાહકોના ખર્ચ વધવા લાગ્યા છે. ક્રેડિટ કાર્ડથી થતા ખર્ચ સારા સંકેત આપી રહ્યા છે. રિઝર્વ બેંકના આંકડા પ્રમાણે, હાલ લોકો જેટલો ખર્ચ ક્રેડિટ કાર્ડથી કરી રહ્યા છે, તેટલો ખર્ચ કોરોના મહામારી અને લોકડાઉન પહેલાં નહોતા કરતા.

ક્રેડિટ કાર્ડથી જૂન 2021માં જૂન 2019 કરતા 10% વધારે ખર્ચ કરવામાં આવ્યો
RBIના આંકડા પ્રમાણે, જૂન 2021 દરમિયાન દેશમાં ક્રેડિટ કાર્ડથી ખર્ચ વધીને 62,746 કરોડ રૂપિયા થયો છે. ફેબ્રુઆરી, 2020માં ખર્ચ 62,523 કરોડ રૂપિયા હતો. ક્રેડિટ કાર્ડથી ખર્ચનો આંકડો જૂન 2019માં 56,928 કરોડ રૂપિયા હતો. ક્રેડિટ કાર્ડના ખર્ચ પર કોરોના મહામારીની બીજી લહેરની અસર જોવા મળી હતી. મે મહિનામાં ક્રેડિટ કાર્ડથી ખર્ચ ઘટીને 52,131 કરોડ રૂપિયા જ થયો હતો, તે જૂન મહિનાની સરખામણીએ 20.36% ઓછો છે. આ વર્ષે માર્ચ મહિનામાં ક્રેડિટ કાર્ડથી સૌથી વધારે 72,382 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

બીજા ત્રિમાસિકથી 35% ખર્ચ વધશે
ICICI સિક્યોરિટીના જણાવ્યા પ્રમાણે, નાણાકીય વર્ષ 2021-22ના બીજા ત્રિમાસિકમાં પ્રથમ ત્રિમાસિકની સરખામણીએ ક્રેડિટ કાર્ડના ખર્ચમાં 35% વધારો થવાની સંભાવના છે. ગયા નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકની સરખામણીમાં 59% ઉછાળો થાય તેવી શક્યતા છે.

બીજી લહેરનાં આઘાતમાંથી બહાર આવ્યાના સંકેત
દેશમાં કોવિડની બીજી લહેર એપ્રિલ અને મે મહિનામાં પીક સ્ટેજ પર હતી. આ દરમિયાન ક્રેડિટ કાર્ડથી થયેલા ખર્ચમાં ઘટાડો આવ્યો હતો. સંક્રમણ ઘટવાની સાથે સ્થિતિ પણ સુધરી અને દરેક મોટી બેંક અને કાર્ડ કંપનીઓના ક્રેડિટ બિઝનેસમાં ઝડપથી સુધારો આવ્યો.

જૂનથી સ્થિતિ બદલાઈ

  • એવરેજ ખર્ચ 65 હજાર કરોડ રૂપિયા પ્રતિ મહિનાનો થયો.
  • મે મહિનામાં ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગમાં 20% ઘટાડો આવ્યો.
  • મે મહિનામાં ક્રેડિટ કાર્ડનો ખર્ચ 18% ઘટી ગયો.
  • મે મહિનાની સરખામણીએ જૂનમાં ક્રેડિટ કાર્ડ ખર્ચ 20% વધ્યો.
  • જૂન 2020માં ક્રેડિટ કાર્ડ ખર્ચમાં ભારે ઘટાડો આવ્યો હતો.