તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • RRB NTPC Exam| RRB Releases The Schedule For Sixth Phase Of Exam, Exam To Start From April 1 For 6 Lakh Candidates

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RRB NTPC Exam:RRBએ છઠ્ઠા ફેઝની પરીક્ષાનું શિડ્યૂલ જાહેર કર્યું, 6 લાખ ઉમેદવારો માટે 1 એપ્રિલથી શરૂ થશે પરીક્ષા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અપ્લાય કરેલા ઝોનની જ વેબસાઈટથી ફેઝ 6ની તારીખ અને શહેરની માહિતી જાણી શકાશે
  • છઠ્ઠા ફેઝની પરીક્ષા માટે એડમિટ કાર્ડ પરીક્ષાના 4 દિવસ પહેલાં જાહેર થશે

RRB (રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ)એ વિવિધ ફેઝમાં આયોજીત થનારી NTPC (નોન ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી)ના છઠ્ઠા ફેઝની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. આ વિશે બોર્ડે ઓફિશિયલ વેબસાઈટ rrbcdg.gov.in પર નોટિફિકેશન જાહેર કર્યું છે. તે પ્રમાણે છઠ્ઠા ફેઝની પરીક્ષા કમ્પ્યૂટર બેઝ્ડ હશે. તે 1 એપ્રિલથી શરૂ થશે અને 8 એપ્રિલ સુધી ચાલશે.

એક્ઝામ સિટી અને ડેટની લિંક એક્ટિવ થઈ
આ પરીક્ષા માટે એક્ઝામ સિટી, એક્ઝામ ડેટ અને ફ્રી ટ્રાવેલિંગ પાસની લિંક એક્ટિવ થઈ ગઈ છે. પરીક્ષામાં સામેલ થનારા ઉમેદવાર RRBની વેબસાઈટ પર વિઝિટ કરી તે ચેક કરી શકે છે.

જે ઝોનના રેલવે ભરતી બોર્ડની વેબસાઈટથી અપ્લાય કર્યું હશે તેની જ વેબસાઈટથી ફેઝ 6ની તારીખ અને શહેરની માહિતી જાણી શકાશે.

4 દિવસ પહેલાં એડમિટ કાર્ડ જાહેર થશે
છઠ્ઠા ફેઝની પરીક્ષા માટે એડમિટ કાર્ડ પરીક્ષાના 4 દિવસ પહેલાં જાહેર થશે. આ ફેઝમાં 6 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના છે. વધારે માહિતી માટે તમે RRBની ઓફિશિયલ વેબસાઈટ વિઝિટ કરી શકો છો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો