તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB)એ NTPC રિક્રૂટમેન્ટ પરીક્ષાના ચોથા તબક્કાના શિડ્યૂલમાં ફરીથી એક નવી તારીખ ઉમેરી દીધી છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામા મુજબ, હવે પરીક્ષા 23 ફેબ્રુઆરીએ પણ લેવામાં આવશે. આ માટે એક્ઝામ સેન્ટર અને તારીખ વિશેની માહિતી શનિવારે ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે.
અગાઉ પણ પરીક્ષાના શિડ્યૂલમાં ફેરફાર કરાયો હતો
આ પહેલીવાર નથી જ્યારે RRBએ પરીક્ષાનું શિડ્યૂલ બદલ્યું છે. અગાઉ બોર્ડે પરીક્ષાના શિડ્યૂલમાં નવી પરીક્ષાની તારીખ ઉમેરી હતી, જે અંતર્ગત 22 ફેબ્રુઆરીએ પણ ઓનલાઇન પરીક્ષા લેવામાં આવશે. તેના માટે એક્ઝામ સેન્ટર અને ડેટની માહિતી 11 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવી હતી. નવા શિડ્યૂલ મુજબ હવે પરીક્ષાઓ 15, 16, 17, 22, 23, 27 ફેબ્રુઆરી અને 01, 02 અને 03 માર્ચે યોજાશે.
15 ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે
RRBએ 04 ફેબ્રુઆરીએ NTPC ભરતીના ચોથા તબક્કાનું પરીક્ષાનું શિડ્યૂલ જાહેર કર્યું હતું. શિડ્યૂલમાં જણાવ્યા મુજબ, ચોથા તબક્કાની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે, જે 03 માર્ચ સુધી ચાલશે. આ પરીક્ષા આશરે 16 લાખ ઉમેદવારો માટે લેવામાં આવી રહી છે. બોર્ડે 05 ફેબ્રુઆરીએ જ ઉમેદવારો માટે એક્ઝામ સિટી અને ડેટની લિંક એક્ટિવ કરી દીધી હતી. આ દ્વારા ઉમેદવારો તેમનું એક્ઝામ સેન્ટર, ડેટ અને ફ્રી ટ્રાવેલ પાસ ડાઉનલોડ કરી શકે છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.