તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • RRB Announces Admit Card For Third Phase Exams, Exams Will Be Held From January 31 To February 12

RRB NTPC Exam:RRBએ ત્રીજા ફેઝની પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કર્યા, 31 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી પરીક્ષા લેવામાં આવશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB)એ નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC)ના ત્રીજા ફેઝની પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કરી દીધા છે. 31 જાન્યુઆરીથી શરૂ થનારી પરીક્ષામાં સામેલ થનારા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ દ્વારા પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. ત્રીજા ફેઝની પરીક્ષા 31 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે, જેમાં 28 લાખ ઉમેદવારો સામેલ થશે.

28 ડિસેમ્બરથી પરીક્ષા શરૂ થઈ
અગાઉ બીજા ફેઝની એક્ઝામ 16 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે, જે 30 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. બીજા ફેઝની પરીક્ષા 27 લાખ ઉમેદવારો માટે લેવામાં આવી રહી છે. RRB NTPC- 2019 પરીક્ષા માટે લગભગ 1.25 કરોડ ઉમેદવારોએ અરજી કરી છે. તબક્કાવાર પરીક્ષા 28 ડિસેમ્બરથી શરૂ થઈ, જે માર્ચ 2021 સુધી ચાલશે. પહેલા તબક્કાની પરીક્ષામાં 23 લાખ ઉમેદવારો સામેલ થયા હતા.

આ રીતે ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ

  • સૌથી પહેલા તમારા સંબંધિત ઝોનની RRBની વેબસાઈટ પર જાવ
  • ત્યારબાદ હોમ પેજ પર ફેઝ-3 એડમિટ કાર્ડની લિંક પર ક્લિક કરો.
  • હવે રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખીને લોગિન કરો.
  • હવે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ કાઢી લો.

એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

અન્ય સમાચારો પણ છે...