તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિમાલયનની કિંમતમાં વધારો:રોયલ એન્ફિલ્ડે ટૂરર બાઈકની કિંમતમાં 5000 રૂપિયા વધાર્યા, 2 મહિના પહેલાં પણ કિંમત વધારી હતી

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ તેનું 2021 મોડલ ફેબ્રુઆરીમાં લોન્ચ કર્યું હતું
  • જુલાઈ મહિનામાં કંપનીએ 4,600 રૂપિયા વધાર્યા હતા

રોયલ એન્ફિલ્ડ ખરીદનારા ગ્રાહકો માટે ખરાબ સમાચાર છે. કંપનીએ પોતાની એડવેન્ચર ટૂરર બાઈક હિમાલયનની કિંમતમાં વધારો કર્યો છે. એટલે કે હવે આ બાઈક ખરીદવા માટે 5000 રૂપિયા વધારે આપવા પડશે. બાઈકની જૂની એક્સ-શોરૂમ કિંમત 2.06 લાખ રૂપિયા હતી. હાલ તે કિંમત વધીને 2.11 લાખ રૂપિયા થઈ ગઈ છે.

ચેન્નાઇમાં તૈયાર થતી આ બાઈકની કિંમત આ વર્ષે જુલાઈ મહિનામાં વધારવામાં આવી હતી. ત્યારે કંપનીએ 4,600 રૂપિયા વધાર્યા હતા. એટલે કે બે મહિનાની અંદર બાઈક વધારે મોંઘુ થઈ ગયું. કંપનીએ તેનું 2021 મોડલ ફેબ્રુઆરીમાં લોન્ચ કર્યું હતું. તેમાં થોડા ચેન્જ પણ કર્યા છે.

રોયલ એન્ફિલ્ડ હિમાલયનની નવી કિંમતો

કલર વેરિઅંટનવી કિંમતજૂની કિંમતતફાવત
મિરાજ સિલ્વર, ગ્રેવલ ગ્રે2,10,784 રૂપિયા2,05,784 રૂપિયા5000 રૂપિયા
લેક બ્લૂ, રૉક રેડ2,14,529 રૂપિયા2,09,529 રૂપિયા5000 રૂપિયા
ગ્રેનાઈટ બ્લેક, પાઈન ગ્રીન2,18,273 રૂપિયા2,13,273 રૂપિયા5000 રૂપિયા

રોયલ એન્ફિલ્ડ હિમાલયનના સ્પેસિફિકેશન

  • તેમાં 411ccનું સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ, સિંગલ ઓવરહેડ(SOHC) એન્જિન આપ્યું છે. તે 6,500rpm પર 24.3bhp મેક્સિમમ પાવર અને 4,000-4,500rpm પર 32Nmની પીક ટૉર્ક જનરેટ કરે છે. તેને 5 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે
  • ભારતીય માર્કેટમાં તે 6 કલર્સમાં અવેલેબલ છે. તેમાં મિરાજ સિલ્વર, ગ્રેનાઈટ બ્લેક, પાઈન ગ્રીન, ગ્રેવલ ગ્રે, લેક બ્લૂ અને રૉક રેડ સામેલ છે. 2021 હિમાલયન મોડલમાં કંપનીએ 3 નવા કલર ઓપશન સામેલ કર્યા છે.
  • તેના ફ્રન્ટમાં 2 પિસ્ટન ફ્લોટિંગ કેલિપરવાળી 300mm ડિસ્ક બ્રેક આપી છે. તેના રિયરમાં સિંગલ પિસ્ટન ફ્લોટિંગ કેલિપરવાળી 240mm ડિસ્ક બ્રેક આપી છે. તેમાં ડ્યુઅલ ચેનલ ABSનું ફીચર મળે છે.
  • ફ્રન્ટમાં 41mm ફોર્કનું ટેલિસ્કોપ સસ્પેન્શન આપ્યું છે. રિયરમાં લીકેજની સાથે મોનોશૉક સસ્પેન્શન આપ્યું છે. બાઇકમાં 15 લીટર કેપેસિટીવાળી ફ્યુલ ટેન્ક છે.
  • બાઈકનો વ્હીલબેઝ 1473mm અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 218mm છે. તેની લંબાઈ 2184mm, પહોળાઈ 838mm અને ઊંચાઈ 1346mm છે. સીટની ઊંચાઈ 800mm છે.

​​​​​​​