તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • RITES Apprentice Recruitment 2021: 146 Vacancies For Non Apprentice Posts, Rail India Technical And Economic Limited Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:RITES એપ્રેન્ટિસની 146 જગ્યા પર ભરતી કરશે, ટેક્નિકલ કે નોન-ટેક્નિકલ કેન્ડિડેટ્સ 12 મે સુધી અપ્લાય કરો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેક્નિકલ પોસ્ટ માટે એન્જિનિયરિંગમાં ચાર વર્ષની ડિગ્રી હોવી જોઈએ
  • સિલેક્શન કોઈ પરીક્ષા નહીં પણ ઉમેદવારના માર્ક્સને આધારે કરવામાં આવશે

રેલવે મંત્રાલય હેઠળ આવતા રેલ ઈન્ડિયા ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક સર્વિસ (RITES)એ એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ કુલ 146 જગ્યા પર ભરતી માટે અરજી માગી છે. આ જગ્યા માટે અપ્લાય પ્રોસેસ 12 એપ્રિલથી શરુ થઇ ગઈ છે, તે 12 મે સુધી ચાલુ રહેશે. ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

લાયકાત
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સ પાસે એન્જિનિયરિંગમાં ચાર વર્ષની ડિગ્રી હોવી જોઈએ. જો કે, નોન એન્જિનિયરિંગ પોસ્ટ માટે BA,Bsc,Bcom પાસ ઉમેદવાર પણ અરજી કરી શકે છે. કેન્ડિડેટ્સ પાસે 3 વર્ષનું એન્જિનિયરિંગ ડીપ્લોમા કે IIT સર્ટિફિકેટ હોવું જોઈએ.

જગ્યા- 146

જગ્યાસંખ્યા
એન્જિનિયરિંગ ડિગ્રી76
નોન-એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ20
એન્જિનિયરિંગ ડીપ્લોમા15
IIT પાસ35

મહત્ત્વની તારીખો:
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 12 એપ્રિલ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 12 મે

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા માટે અપ્લાય કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન જરૂરી ક્વોલિફિકેશનમાં મળેલા માર્ક્સને આધારે બનાવેલા મેરિટ લિસ્ટને આધારે કરવામાં આવશે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

સ્ટાઈપેંડ:

ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ14000 રૂપિયા
ડીપ્લોમા એપ્રેન્ટિસ12000 રૂપિયા
ટ્રેડ એપ્રેન્ટિસ (IIT પાસ )10000 રૂપિયા

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ NATS પોર્ટલ, mhrdnats.gov.in પર રજીસ્ટ્રેશન કર્યા પછી ritesapprenticerecruitment2021@gmail.com પર એપ્લિકેશન ફોર્મ મોકલી શકે છે.