• Gujarati News
 • Utility
 • Risk Of Hit Stroke Is Highest In Scorching Heat Of Summer, Loo Can Even Cause Death, Take This Remedy To Avoid Getting Loo

સાવધાન રહો, બેદરકારી ભારે પડી શકે છે:ઉનાળાની કાળઝાળ ગરમીમાં હીટ સ્ટ્રોકનું જોખમ સૌથી વધુ, લૂને કારણે મૃત્યુ પણ થઈ શકે, લૂ ન લાગે તે માટે અપનાવો આ ઉપાય

22 દિવસ પહેલા
 • કૉપી લિંક

હવામાન વિભાગે દેશના ઘણા રાજ્યોમાં હીટ વેવને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આગામી દિવસોમાં ઉત્તર ભારતના રાજ્યોમાં હીટવેવના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થશે.

ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેશે. IMD અનુસાર, હવામાન પર આ અસર દક્ષિણમાં મોકા ચક્રવાતને કારણે છે.

હવામાન વિભાગે 5 દિવસની ચેતવણી જાહેર કરી છે.

એડવાઇઝરી જોવા માટે ક્લિક કરો .

જો આપણે આ સિઝનમાં થોડી પણ બેદરકારી રાખીએ છીએ તો જીવલેણ બની શકે છે. કામના સમાચારમાં આજે આપણે જાણીશું કાળઝાળ ગરમી અને હીટ સ્ટ્રોકથી બચવા માટેની ટિપ્સ. તેમજ આ ઋતુમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે વિશે પણ વાત કરીશું.

પ્રશ્ન: લૂ શું છે?
જવાબ:
ઉનાળામાં જોરદાર ગરમ પવન ફૂંકાય તેને `લૂ' કહેવામાં આવે છે. એપ્રિલથી જૂન મહિનામાં આ સમસ્યા વધુ હોય છે, કારણ કે આ ત્રણ મહિનામાં તાપમાન ખૂબ જ વધારે હોય છે અને ખૂબ જ ગરમ અને સૂકા પવનો ફૂંકાય છે.

પ્રશ્ન: હીટ સ્ટ્રોક ક્યારે થાય છે?
જવાબ:
જ્યારે તાપમાન ખૂબ વધારે હોય ત્યારે હીટ સ્ટ્રોક થાય છે. તે જ સમયે, જો તમારો ચહેરો અને માથું લાંબા સમય સુધી સીધી હવા અને સૂર્યપ્રકાશના સંપર્કમાં રહે છે, તો તમને લૂ લાગી શકે છે.

પ્રશ્ન: હીટસ્ટ્રોકના કારણો શું છે?
જવાબ:
હીટ સ્ટ્રોક માટે કોઈ એક કે બે કારણો નથી. તેના એવા પણ ઘણા કારણો છે જે લાઈફસ્ટાઈલ સાથે સંબંધિત છે જેમ કે-

 • ઠંડા હવામાનથી અથવા એસી રૂમમાંથી સીધો સૂર્યપ્રકાશ અને ગરમીમાં આવી જવું.
 • ઘણા કલાકો સુધી ગરમ પવન અને સૂર્યના સંપર્કમાં રહેવું..
 • ઉનાળામાં ખૂબ જ કસરત કરવી.
 • શરીરની જરૂરિયાત કરતાં ઓછું પાણી પીવું.
 • ઠંડા ગુણધર્મવાળી વસ્તુઓ ન ખાવાથી.
 • હવા પસાર ન થઈ શકે તેવા કપડાં પહેરવા.
 • ગરમીની સિઝનમાં વધુ પડતો દારૂ પીવાથી.

પ્રશ્ન: કેવી રીતે જાણી શકાય કે આપણે હીટ સ્ટ્રોકથી પીડિત છીએ?
જવાબ:
જ્યારે નીચેના લક્ષણો શરીરમાં દેખાય છે, તેનો અર્થ એ છે કે તમે હીટ સ્ટ્રોકથી પીડિત છો.

 • શરીરનું તાપમાન લગભગ 101 અથવા 102 ડિગ્રીથી વધુ હોવું જોઈએ.
 • શરીર ગરમ અને લાલ થઈ જાય છે.
 • પાણી પીધા પછી પણ વારંવાર તરસ લાગે છે.
 • ત્વચા શુષ્ક થવા લાગે છે.
 • પરસેવો બંધ થઈ જાય છે.
 • ઊબકા આવે છે.
 • ઊલટીઅને ઝાડા થવા લાગે છે.
 • નબળાઈ અને થાક લાગે છે.
 • માથાનો દુખાવો અને ચક્કર આવવા લાગે છે.
 • હૃદયના ધબકારા વધે છે અને શ્વાસ ઝડપથી શરૂ થાય છે.

પ્રશ્ન: હીટ સ્ટ્રોકથી બચવા શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ?
જવાબ:
નીચેના ગ્રાફિક્સથ સમજો.

પ્રશ્ન: હીટસ્ટ્રોકનું સૌથી વધુ જોખમ કોને છે?
જવાબ:

 • બાળકો
 • વૃદ્ધ
 • પહેલાથી બીમાર લોકો
 • નબળી રોગપ્રતિકારક શક્તિ

પ્રશ્ન: નિવારક પગલાં લેવા છતાં હીટસ્ટ્રોક થાય તો શું પગલાં લેવા જોઈએ?
જવાબ:
ડૉક્ટરની સલાહ લો. આ ટિપ્સ અનુસરો.

જો તમને હીટ સ્ટ્રોક થાય છે, તો સૌથી પહેલા આ કામ કરો.

 • હીટ સ્ટ્રોકથી પીડિત વ્યક્તિને ઠંડી અને છાયાવાળી જગ્યાએ લઈ જાઓ.
 • ભીના કપડાથી શરીરને હળવા હાથે લૂછી લો.
 • અંડરઆર્મ્સ અને પીઠ પર બરફ ઘસો.
 • થોડીવાર માટે ભીનો ટુવાલ માથા પર રાખો. જેથી મન શાંત થઈ શકે.
 • શ્વાસને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરો અને પાણી પીવો.
 • ઓઆરએસ, મીઠું-સાકરનું શરબત અથવા લીંબુ પાણી પણ આપી શકાય.
 • ઊલટી, ઝાડા અને ચક્કરના કિસ્સામાં, 108 પર એમ્બ્યુલન્સને કૉલ કરો.
 • તેને નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઈ જાઓ.

પ્રશ્ન: હીટસ્ટ્રોકના કિસ્સામાં શું ન કરવું જોઈએ?
જવાબ:
ડૉ. મેધવી અગ્રવાલના જણાવ્યા મુજબ...

 • જો વ્યક્તિ બેભાન હોય કે ઊલ્ટી થઈ રહી હોય તો તેને પીવા માટે કંઈ ન આપો.
 • શરીરનું તાપમાન ઘટાડવા માટે તમારી જાતે દવા ન આપો.
 • દર્દીને એવા રૂમમાં ન રાખો જ્યાં સીધો સૂર્યપ્રકાશ હોય.

પ્રશ્ન: શું હીટ સ્ટ્રોકથી વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે?
જવાબ:
હા. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના ડો.શરદ શેઠના જણાવ્યા અનુસાર તાપમાનમાં વધારાની સીધી અસર માનવ શરીર પર પડે છે.

હીટ સ્ટ્રોક લાગતાની સાથે જ તેની અસર શરીરના અલગ-અલગ ભાગોમાં લોહી વહન કરતી રક્તવાહિનીઓ પર પડવા લાગે છે.

શરીરના દરેક અંગને કામ કરવા માટે ઘણા પ્રયત્નો કરવા પડે છે. તેનાથી મગજ, હૃદય, લીવર, કિડનીને નુકસાન થાય છે.

હીટ સ્ટ્રોકથી કિડનીને સૌથી વધુ અસર થાય છે. આમાં, શરીરમાં પાણીની ઊણપને કારણે, પેશાબ ખૂબ ઓછો અથવા બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં મૃત્યુ પણ થઈ શકે છે.

હીટ સ્ટ્રોક માટે ઘરેલું ઉપચાર

 • દર્દીના તળિયા પર કાચી દૂધી ઘસો, તે શરીરમાથી બધી ગરમી દૂર કરશે અને તરત જ રાહત આપશે. જો દૂધી કરમાઈ જાય તો સમજવું કે લૂની ગરમી શમી રહી છે. આ પ્રક્રિયાનું વારંવાર પુનરાવર્તન કરો.
 • જવનો લોટ અને ડુંગળી મિક્સ કરીને શરીર પર લગાવો. હીટ સ્ટ્રોકમાંથી તાત્કાલિક રાહત મળે છે. દર્દીને બહાર લઈ જાઓ તો કાનમાં ગુલાબજળ મિશ્રિત રૂના પૂમડાં મૂકો, દર્દીની નાભિ પર આખું મીઠું મૂકો અને તેના પર ઝીણી ધારે પાણી રેડો. બધી ગરમી ઊતરી જશે.

નિષ્ણાત:

ડૉ. સુચિન બજાજ, સ્થાપક ડિરેક્ટર, ઉજાલા સિગ્નસ હોસ્પિટલ, દિલ્હી

ડૉ. સંજય ગુપ્તા, વરિષ્ઠ સલાહકાર - આંતરિક દવા, પારસ હોસ્પિટલ, ગુરુગ્રામ