ફૂડ-પોઇઝનિંગ પાછળ ઓનલાઇન ફૂડ જવાબદાર!:કેન્સર, મિસકેરેજ ને ડાયાબિટીસનું જોખમ, ફૂડ-પોઇઝનિંગને કારણે મોત પણ થઈ શકે છે
કેરળની 20 વર્ષની એક છોકરીનું મોત ઓનલાઇન ઓર્ડર કરેલા ખોરાકને લીધે થયું છે. આપણે પણ ઘણીવાર ઓનલાઇન ઓર્ડર કરીએ છીએ, જેને કારણે બીમાર પણ પડીએ છીએ અને ફૂડ-પોઇઝનિંગની પણ થઈ શકે છે. આજે કામના સમાચારમાં જાણીશું કે વગર વિચાર્યે બહારનો ખોરાક ખાવાથી શું નુકસાન થાય છે, કેવી રીતે ખબર પડે છે કે ફૂડ-પોઈઝનિંગ થયું છે અને શું ઉપાય કરી શકાય...
આપણા આજના નિષ્ણાત ડૉ. બાલકૃષ્ણ, કન્સલ્ટન્ટ, ફિઝિશિયન અને હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે.
સવાલ : ફૂડ-પોઇઝનિંગનાં લક્ષણો શું છે?
જવાબ : નીચે આપેલા લક્ષણોથી તમે સરળતાથી જાણી શકો છો કે ફૂડ-પોઈઝનિંગ છે કે નહિ...
- પેટમાં દુખાવો
- ઝાડા
- ઊલટી
- ઊબકા
- તાવ
- ડિહાઇડ્રેશન
આ લક્ષણો જોવા મળે તો લાપરવાહી ન કરીને તરત જ ડોકટરનો સંપર્ક કરો.
સવાલ : ફૂડ-પોઈઝનિંગને કારણે મોત થી શકે છે?
જવાબ : ફૂડ-પોઈઝનિંગથી ક્યારેક ઝાડા, કમળો અને મરડો પણ થઇ શકે છે. જો સમયસર એને કાબૂમાં લેવામાં ન આવે તો મૃત્યુ પણ થઈ શકે છે. લોકો ઘણીવાર ફૂડ-પોઈઝનિંગની અવગણના કરે છે. ફૂડ-પોઈઝનિંગ પણ આંતરડાના અલ્સરનું કારણ બની શકે છે.
સવાલ : જો ફૂડ-પોઇઝનિંગ થયું હોય તો શું ઉપાય કરવા જોઇએ?
જવાબ : જો ફૂડ-પોઇઝનિંગ થયું હોય તો...
- આરામ કરો અને વધારે ભાગદોડ ન કરો.
- પુષ્કળ પાણી પીઓ, જેથી શરીરમાં પાણીનું લેવલ જળવાઈ રહે.
- ખીચડી, કેળાં, દાળ જેવો હળવો ખોરાક લો.
- ORS પાણી પીતા રહો.
જો તમારી આ સ્થિતિ જોવા મળે તો ડોક્ટરનો સંપર્ક કરો...
- જો તમને સતત ઊલટીઓ થાય છે.
- 3-4 દિવસ પછી પણ સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હોય.
- ડિહાઇડ્રેશનને કારણે આંખોમાં બળતરા થાય છે અને પેશાબમાં સમસ્યા થતી હોય એ સ્થિતિમાં.
- જેને ફૂડ-પોઈઝનિંગ થયું છે તે મહિલા ગર્ભવતી છે.
- 60 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ અથવા બાળકને ફૂડ-પોઈઝનિંગ થયું છે.
- ડાયાબિટીસ અથવા કિડની સંબંધિત કોઈ બીમારી છે.
- રોગપ્રતિકારક શક્તિ નબળી છે.
સવાલ : બહારથી જમવાનું મગાવવું કે બહાર જમવા જવાનું થાય તો શું સાવચેતી રાખવી જોઈએ?
જવાબ : આમ તો બહારનો ખોરાક ખાવો નુકસાનકારક જ છે. આમ છતાં પણ જો તમે બહારથી જમવાનું મગાવો છો તો સાવધાની રાખવી જરૂરી છે...
- હંમેશાં યાદ રાખો કે લોકપ્રિય અને વિશ્વસનીય હોટલમાંથી જ ખોરાકનો ઓર્ડર આપવો.
- તો એવી જગ્યાઓ પર જમવા જાઓ, જ્યાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું હોય.
- સારી રીતે રાંધેલા ખોરાકનો જ ઓર્ડર આપો.
- જો તમે બુફેમાં જમવા માટે જાઓ છો, તો તાપમાનનું ધ્યાન રાખો. ઠંડો ખોરાક ક્યારે પણ ન ખાવો.
- જો તમે ઘરે ખાવાનું મગાવ્યું હોય અને બચ્યું હોય તો તરત જ એને ફ્રિજમાં મૂકી દો.
- ખાતરી કરો કે તમને જે ખોરાક પીરસવામાં આવ્યો છે એ તાજું રાંધેલું છે.
- કાપેલાં ફળો અને શાકભાજીને ખરીદશો નહીં.
- ઘરની બહાર ઓછામાં ઓછું માંસાહારી ખોરાક ખાઓ.
- વરસાદની મોસમમાં સ્ટ્રીટ ફૂડ ખાવાનું ટાળો.
- ડીપ-ફ્રાઈડ વસ્તુઓમાં તેલ બગડવાનું જોખમ વધારે રહે છે.
સવાલ : ઘરના ખોરાકનો ટેસ્ટ બહાર જેવો નથી આવતો, શું આવી કોઈ ટ્રિક્સ છે, જેમાં બાળકો બહારની જગ્યાએ ઘરનો ખોરાક જ ખાવા લાગે?
જવાબ : બાળકો ઘણીવાર બહારનો ખોરાક ખાવાનું પસંદ કરે છે, જે તેમના સ્વાસ્થ્ય માટે સારું નથી. બાળકોને ઘરે હેલ્ધી ફૂડ ખવડાવવા માટે તમે આ ટ્રિકસ પણ અપનાવી શકો છો...
- તમે જે પણ બનાવી રહ્યા છો એ બાળકોની સામે જ તમે ખાઇને એક ઉદાહરણ સેટ કરો.
- ઘરમાં પ્રિઝર્વેટિવ્સ સાથે ચિપ્સ, સોડા અને જ્યૂસ રાખવાને બદલે ફળો અને શાકભાજી જેવા હેલ્ધી વિકલ્પો રાખો.
- દિવસમાં ઓછામાં ઓછું બેવાર આખા પરિવારે સાથે બેસીને ભોજન અચૂક કરવું જોઈએ.
- જો તમે ઘર માટે કરિયાણું ખરીદવા જઈ રહ્યા છો તો બાળકને સાથે લઈ જાઓ. રસોઈમાં પણ બાળકોની મદદ લો.
- ખાવાનો સમય નિશ્ચિત કરો, જેથી કરીને તેમને બિનજરૂરી ભૂખ ન લાગે.
- જંક ફૂડને ફ્રિજમાં કે રસોડામાં રાખવાની ભૂલ ન કરો.
- જો બાળક નાનું હોય તો તેને એવી વસ્તુઓ ખવડાવો, જે જોવામાં રંગ-બેરંગી હોય.
- કોઈપણ કંટાળાજનક ખોરાકને પણ નવી રીતે બનાવીને બાળકોને ખવડાવી શકાય છે. ઉદાહરણ તરીકે, દાળમાં શાકભાજી ઉમેરી શકાય છે.
- બર્ગર, પિત્ઝા, પાસ્તા ઘરે બનાવો. મેંદા બેઝને બદલે આખા ઘઉંનો આધાર વાપરી શકાય છે.
સવાલ : જે લોકો આખો દિવસ બહાર રહે છે ને બહારનો ખોરાક સિવાય કોઈ વિકલ્પ ન હોય ત્યારે શું કરવું જોઈએ?
જવાબ : કોઈપણ પ્રકારનું કામ કરવાનું હોય, પરંતુ હેલ્ધી ખાવું ખૂબ જ જરૂરી છે. ઘણા એવાં કામો છે જેમાં દિવસનો મોટા ભાગનો સમય બહાર જ પસાર થાય છે. ઉદાહરણ તરીકે, પોલીસ, પત્રકારો અને સેલ્સમેન.
ફિલ્ડમાં કામ કરતી વખતે હેલ્ધી રહેવા આ 7 ટિપ્સ અનુસરો...
- નાસ્તા માટે ઘરેથી કંઈક પેક કરો, જેમ કે ફ્રૂટ્સ કે ડ્રાયફ્રૂટ્સ પણ લઈ શકાય.
- ઘરની બહાર નીકળતાં પહેલાં સંતુલિત આહાર ખાઓ.
- જો તમે બહારની વસ્તુ ખાઓ છો, તો વધુ ચરબીયુક્ત, તળેલું અથવા મસાલેદાર ખોરાક ઓછામાં ઓછા ખાઓ.
- કેફીન ઓછું કરો અને પુષ્કળ પાણી પીઓ.
- જો તમે કોઈ વસ્તુ પેક કરી ખાતા હોવ તો એના પોષણ મૂલ્ય વિશે ચોક્કસ વાંચો.
- ઠંડાં પીણાં કે સોડાને બદલે તાજો જ્યૂસ પીવો.